મોરબીમાં ગાંધીજયંતિ નિમિત્તે કોલેજના વિધ્યાર્થીઓએ સાફ સફાઈ કરી લોકોને સ્વરછતાનો સંદેશો આપ્યો.ગાંધીજી સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા. વર્ષ ૨૦૧૪માં ગાંધીજીની જન્મ જયંતિના અવસરે નરેન્દ્ર મોદીએ દેશભરમાં એક રાષ્ટ્રીય આંદોલનના રૂપમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી. આ સ્વચ્છતા અભિયાને વર્તમાનમાં વિશાળ સ્વરૂપ લઇ લીધું છે. ત્યારે આજે ગાંધી જયંતિ નિમિત્તે મોરબીના યુવાનોએ સાફ-સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો છે.
મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ. એમ. સાયન્સ કોલેજના કેમ્પસમાં સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. આ અભિયાનમાં કોલેજના NCCના 10-12 જેટલા વિદ્યાર્થીઓએ મળીને કોલેજના કેમ્પસને સ્વચ્છ કરી ચોખ્ખુ ચણાંક બનાવ્યું છે. આ તમામ વિદ્યાર્થીઓએ કચરો એકઠો કરી કચરાનો યોગ્ય નિકાલ કર્યો છે. તેમજ સમાજને સ્વચ્છતાનો સંદેશ આપ્યો છે. આ તકે દેવાંગભાઈ દોશીએ યાદીમાં NCCની ટીમને અભિનંદન પાઠવ્યા છે.કોરોનાની મહામારીના લીધે સંક્રમણના ખતરાને ટાળવા માર્યાદિત સંખ્યામાં જ વિદ્યાર્થીઓ દ્વારા સાફ-સફાઈનું કાર્ય કરવામાં આવ્યું છે.