મોરબી શહેરી વિસ્તા૨માં આવેલ ૩૭ સરકાર માન્ય વાજબી ભાવની દુકાનોને મો૨બી ગ્રામ્યથી અલગ વિભાજન કરવા અંગે ઉચ્ચકક્ષાએથી ગત તા. 21-12-21 ના રોજ થી આદેશ કરવામાં આવ્યો હોવા છતાં આ આજ સુધી આ દિશામાં કાર્યવાહી કરવામાં ન આવતા મોરબીના મેહુલભાઈ ગાંભવાએ પુરવઠા અધિકારીને લેખિત રજુઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠાવી છે.
મોરબી તાલુકામા કુલ ૧૦૨ સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો આવેલ છે. તેમાં શહેરી વિસ્તારમાં ૩૭ અને ગ્રામ્ય વિસ્તારમાં ૬૫ દુકાનો આવેલ છે.જેમાં સરકાર દ્વારા શહેરી વિસ્તારને તા .૨૧/૧૨/૨૦૨૧ ના રોજ ગ્રામ્ય વિસ્તારથી અલગ કરવામાં આવી છે જેનો સ્થનિક કક્ષાએ આદેશ પણ કરાયા છે અને તેમાં નાયબ મામલદારની નિમણુંક પણ કરી દેવામાં આવી છે. છતાં શહેરી વિસ્તારના ૩૭ વાજબી ભાવની દુકાનોને અલગથી આજ દીન સુધી વિભાજન કરવામા આવેલ નથી. આ અંગે વહેલી તકે શહેરી વિસ્તારોની વાજબી ભાવની દુકાન ને અલગથી વિભાજન કરવા માટે અંતના મેહુલભાઈ માંગ ઉઠાવી છે.