Friday, November 29, 2024
HomeGujaratધંધુકા :કિશન ભરવાડ ની હત્યા કરનારા ત્રણ ઝડપાયાં:નવ દિવસ ના રિમાન્ડ મંજૂર

ધંધુકા :કિશન ભરવાડ ની હત્યા કરનારા ત્રણ ઝડપાયાં:નવ દિવસ ના રિમાન્ડ મંજૂર

અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં કિશન ભરવાડ નામના યુવાનના હત્યા કેસ મામલે  બે યુવાન અને એક મૌલવી ને  પોલીસે દબોચી લીધા છે. આ અંગે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવે વિગતો આપતા કહ્યું કે, હત્યા કેસમાં પકડાયેલા આરોપી શબ્બીરે અમદાવાદના મૌલવી ઐયુબને કહ્યું હતું કે, કિશને જે ફેસબુક પોસ્ટ મુકી છે એ મને નથી ગમ્યું, જેથી સબક શીખવવો છે, મને હથિયાર આપો. જેથી મૌલવીએ પિસ્ટલ અને કાર્ટીસ આપ્યા હતા. હત્યા કેસના આરોપી શબ્બીર ઉર્ફે સાબા ચોપડા(રહે.મલવતવાડા, ધંધુકા)અને ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુ પઠાણ(રહે. કોઠીફળી,ધંધુકા)ની ધરપકડ કરવામાં આવી છે. મૌલાના મહંમદ ઐયુબ જાવરાવાલા(રહે. જમાલપુર, અમદાવાદ)ની પણ અટકાયત કરાઈ છે. હત્યા કેસના આરોપી સબીર અને ઇમ્તિયાઝને  ૧૪ દિવસના રિમાન્ડની માગણી સાથે પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં તેઓના નવ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં કિશન ભરવાડ નામના યુવાનની હત્યા સંદર્ભે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચચાણા ગામે મૃતક કિશન ભરવાડના પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી પરિવારજનોને ઝડપથી ન્યાયની ખાતરી આપી હતી.
મૃતક કિશન ભરવાડ
25 જાન્યુઆરીએ કિશન ભરવાડની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. જેમાં હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. આરોપી શબ્બીરે ફાયરિંગ કર્યું હતું જ્યારે ઈમ્તિયાઝ બાઇક ચલાવતો હતોજાન્યુઆરીએ મૃતકે ફેસબુક પર ધાર્મિક લાગણી દુભાય એવી પોસ્ટ મુકી હતી. જેની 9 તારીખે ફરિયાદ અને કાર્યવાહી થઈ હતી. ફેસબુક પરની પોસ્ટને ધ્યાનમાં રાખી આયોજનબદ્ધ રીતે હત્યા કરવામાં આવી છે. આરોપી શબ્બીર કટ્ટરવાદી વિચારધારા ધરાવે છે. તે મુંબઈમાં મૌલવીને મળ્યો હતો. જેને અમદાવાદમાં જમાલપુરમાં ઐયુબ નામના મૌલવીને મળવા કહ્યું હતું.અમદાવાદના જમાલપુરના મૌલવી અને દિલ્હીના મૌલવી શાહઆલમમાં મળી ચુક્યા છે. જેમાં શબ્બીર પણ હાજર હતો. હત્યાના 5થી 6 દિવસ પહેલા શબ્બીર અમદાવાદ ગયો હતો અને તેણે મૌલવીને મળી ફેસબુક પર આ પોસ્ટની વાત કરી કહ્યું હતું કે આ ફેસબુક પર પોસ્ટ મૂકી એ મને ગમી નથી, તેને સબક શીખવાડવાનો છે. મને હથિયાર આપો.
             
જેથી મૌલવીએ રિવોલ્વર પણ આપી અને પાંચ કારતૂસ પણ આપ્યા હતા .આ સંગઠન અને અન્ય મૌલવીઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે. ઈમ્તિયાઝ શબ્બીરનો મિત્ર છે અને અન્ય યુવાનો સાથે પણ વાતચીત કરતો હતો.શબ્બીરના નિવેદન મુજબ તેણે 1 વર્ષ પહેલાં મૌલવીનું ભાષણ સાંભળ્યું હતું અને પછી તેને મળ્યો હતો. મૌલવી ઐયુબ જમાલપુરમાં જ રહે છે અને વધુ પૂછપરછ કરવામાં આવી છે. પૂછપરછ અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેની કટ્ટરવાદી માનસિકતા છે. પોલીસ હવે તેના રિમાન્ડ મેળવી ફન્ડિંગ તેમજ અગાઉ આવી કોઈ પ્રવૃત્તિ કરવામાં આવી છે કે કેમ? અને લોકોના વિચાર બદલવા અંગેની તપાસ કરવામાં આવશે.આરોપી શબ્બીર એક વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ એપ મારફતે મૌલવીના સંપર્કમાં આવ્યો હતો.
હથિયાર અને કારતૂસ આપનાર મૌલાના મહંમદ ઐયુબ જાવરાવાલા(રહે. જમાલપુર, અમદાવાદ)

કટ્ટરવાદી વિચારધારા ધરાવતો શબ્બીર મુંબઈના મૌલવીને મળ્યો હતો અને તેણે અમદાવાદના જમાલપુરમાં રહેતા મૌલવી ઐયુબને મળવા કહ્યું હતું. મૂળ મૌલાના દિલ્હીનો છે અને મુંબઈ ખાતે મળ્યો હતો. પકડાયેલા શખ્સોએ આપેલા નિવેદન ટાંકીને પોલીસે દરેક દિશામાં તપાસનું પગેરું દબાવી રહી છે. પોલીસે હત્યા કેસમાં સંડોવાયેલા મૌલાના મોહમ્મદ અયુબ જાવરા વાલાની પણ મોડી સાંજે અટકાયત કરી લીધી હતી.આરોપી શબ્બીર એક વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ એપ મારફતે મૌલવીના સંપર્કમાં આવ્યો હતો. કટ્ટરવાદી વિચારધારા ધરાવતો શબ્બીર મુંબઈના મૌલવીને મળ્યો હતો અને તેણે અમદાવાદના જમાલપુરમાં રહેતા મૌલવી ઐયુબને મળવા કહ્યું હતું. મૂળ મૌલાના દિલ્હીનો છે અને મુંબઈ ખાતે મળ્યો હતો. પકડાયેલા શખ્સોએ આપેલા નિવેદન ટાંકીને પોલીસે દરેક દિશામાં તપાસનું પગેરું દબાવી રહી છે. પોલીસે હત્યા કેસમાં સંડોવાયેલા મૌલાના મોહમ્મદ અયુબ જાવરા વાલાની પણ મોડી સાંજે અટકાયત કરી લીધી હતી.

- Advertisement -
- Advertisement -

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!