મોરબીમાં રહેતા આધેડે વાકાનેર તાલુકાના ચંદ્રપુર ગામેં આવેલ પોતાની દુકાન અને મકાન સંબંધના દાવે મહિલાને વાપરવા આપ્યા હતા. ત્યારબાદ મહિલાએ આધેડને બદનામ કરવાની ધમકી આપી મકાન, દુકાનમાં કબ્જો જમાવી લેતા મહિલા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના મહેન્દ્રપરા શેરી નં 1મા રહેતા અશોકભાઇ કીશનચંદ તુલશીયાણીએ પોતાનું વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના ભાટીયા સોસાયટી સર્વે નં.૧૨૯ પેકી ૦૪ પ્લોટ નં.૦૪ રહેણાક હેતુ માટેનો ૫૮-૫૩ ચો.મી. મકાન અને નીચે દુકાન ઉપર રહેણાક મકાન સબંધના નાતે સુનીતાબેન વિકાસભાઇ મીંડાને વર્ષ 2011-12ની સાલમાં વાપરવા આપ્યા હતા. ત્યારબાદ મકાન -દુકાનમાં આરોપીએ પચાવી પાડવાના આશયથી કબજો જમાવી લીધો હતો. મકાન ખાલી કરી આપવા અનેક વખત જણાવવા છતાં આરોપી મહિલાએ અશોકભાઈને બદનામ કરવાની ધમકી આપી મકાન હડપ કરી લીધું હતું. જેને લઈને અશોકભાઈએ મહિલા વિરુદ્ધ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ ૪(૩), ૫(ગ) મુજબ કાર્યવાહી હાથ ધરી છે.