મોરબી તાલુકાના અણીયારી ચોકડી ખાતે આવેલ મોબાઇલની દુકાનમાંથી ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ આરંભી ગણતરીના દિવસોમાં બે આરોપીને 9 ચોરાઉ મોબાઈલ અને લેપટોપ, તથા રોકડ રૂપિયા મળી કુલ 36 હજારનો મુદામાલ સાથે ઝડપી લઈ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.
મોરબી તાલુકાના અણીયારી ચોકડીએ આવેલ મોબાઇલ ફોનની નામની દુકાનમાં પાંચેક દિવસ અગાઉ રાત્રીના સમયે મોબાઇલની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. જે ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન તથા લેપટોપ ચાર શખ્સો વેચવા નીકળેલ હોય જેઓ પીપળી જી.ઇ.બી. નજીક હોવાની પોલીસને બાતમી મળતા પોલીસ મોરબી એલસીબી સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો. જ્યાં ચાર ઇસમો પ્લાસ્ટીકની થેલી સાથે શંકાસ્પદ હાલતમાં દેખાતા પુછપરછ કરી તેઓની પાસે રહેલ થેલીમાં તપાસ કરતા તેમાથી અલગ અલગ કંપનીના કુલ મોબાઇલ ફોન નંગ ૦૯ તથા એક લીનોવા કંપનીનુ લેપટોપ મળી આવ્યું હતું. જે મોબાઇલ ફોન, લેપટોપ બાબતે સઘન પુછપરછ કરતા આ મોબાઇલ તથા લેપટોપ તેઓએ આજથી આશરે દશેક દિવસ પહેલા અણીયારી ચોકડીએ આવેલ એક મોબાઇલ ફોનની દુકાનના રાત્રીના સમયે શટર ઉંચા કરી દુકાનમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી.જેને લઈને પકડાયેલ ચારેય ઇસમો પાસેથી ચોરીમાં મળેલ મોબાઇલ ફોન તથા લીનોવા કંપનીનુ લેપટોપ કી.રૂ.૩૫,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ ચાર શખ્સો માંથી બે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર હોય જેથી છોડી મૂકી અન્ય બે આરોપી સમીર ઉર્ફે સુમર તેરસીંગભાઇ અજનાર (ઉ.વ.૨૧ રહે.જેતપર (મચ્છુ) તા.જી.મોરબી મુળ અલીરાજપુર મધ્યપદેશ) અને મુકેશભાઇ હેમસીંગભાઇ ભુરીયા (ઉ.વ.૨૩ રહે.લુટાવદર ગામની સીમ તા.જી. મોરબી મુળ રહે.મધ્યપ્રદેશ) ને ઝડપી લઈ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.