હળવદ તાલુકાના કોઇબા ખાતેની ધાંગધ્રા માળીયા નર્મદા કેનાલમાં ઝંપલાવી શક્તિનગરના યુવાને આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ દોડી ગઈ હતી.
કોઈબા રોડ ઉપર આવેલ ધાંગધ્રા માળીયા નર્મદા કેનાલના ધસમસતા પાણીના પ્રવાહમાં શક્તિનગર ખાતે રહેતા પ્રતાપભાઈ ધર્મેશભાઈ રબારીએ ઝંપલાવ્યુ હતું. અગમ્ય કારણોસર યુવાને આપઘાતનોં પ્રયાસ કર્યાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટુકડી તાત્કાલિક દોડી આવી હતી અને યુવાનની શોધખોળ હાથ ધરી હતી. વધુમાં હળવદ પોલીસ અને મામલતદાર સહિતનો કાફલો પણ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બીજીબતરફ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના પણ ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે કેનાલ કાંઠેથી યુવાનનું યુવાનનું મોટર સાયકલ અને મોબાઇલ મળ્યો હોવાનું સામે આવ્યું છે.