Thursday, January 16, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં તોકતે વાવાઝોડાની નુકસાન સહાયથી બાકાત રહેલ અગરીયાઓને વળતર ચૂકવવા માંગ

મોરબી જિલ્લામાં તોકતે વાવાઝોડાની નુકસાન સહાયથી બાકાત રહેલ અગરીયાઓને વળતર ચૂકવવા માંગ

તોકતે વાવાઝોડામાં અગરીયાઓને થયેલ નુકસાન અંગેની સહાઈમાં પરંપરાગત મીઠું પકવતા અગરીયા બાકાત રહી જતા કલેક્ટર તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમા લેખિત રજુઆત કરી હતી અને વળતર નહિ મળે તો ચુંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારાઈ હતી જેને ટિકર જિલ્લા પંચાયત સદસ્ય દંડક સરોજબેન એરવાડિયા તથા પુર્વ ચેરમેન જિલ્લા પંચાયત સદસ્ય ધર્મેન્દ્રભાઇ એરવાડિયા ટેકો જાહેર કરી ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.

- Advertisement -
- Advertisement -

રજુઆતમાં જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં તોકતે વાવાજોડુ આવેલ તેમાં હળવદ તાલુકાના મીઠુ પકવતા અગરીયાઓની પારાવાળ નુકશાન થયેલ હોય જેને લઈને તમામ અગરીયા દ્વારા સરકાર સમક્ષ રજુઆત કરતા સરકાર દ્વારા રાહત પેકેજ સહાય જાહેર કરવામાં આવેલ હતી અને અગરીયાઓને ૧ એકર દીઠ રૂપીયા ૩૦૦૦ની એમ વધુમાં વધુ ૧૦ એકરની સહાય આપવાની જાહેરાત કરેલ હતી. અને જીલ્લા ઉધ્યોગ મારફત રાહત પેકેજના ફોર્મ વિતરણ કરીને મીઠુ પકવતા અગરિયાઓના મીઠાના ધોવાણ અંગેનો સર્વે હાથ ધરીને તા.૩૧/૦૭/૨૦૨૧ સુધીમાં અગરિયાઓ મળવા પાત્ર સહાયના આધાર પુરાવાઓ સાથેના ફોર્મ ભરીને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે તેની અંતીમ તારીખ પહેલા જિલ્લા ઉદ્યોગ સમક્ષ રજુ કરેલ હતા. જે પછી કેલાક અગરીયાને વળતર ચુકવવામાં આવેલ છે. પરંતુ મોટા ભાગના અગરીયાઓ જે પરંમપરાગત મીઠુ પકવતા અગરીયાઓ છે જે વળતળથી વંચીત રહેલા છે તેના માટે જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસેથી રૂબરૂ અને ટેલીફોનીક માહીતી પણ માંગેલ છે. જેથી બાકી રહેલા અગરીયાઓને વહેલી તકે વળતળ મળે તેવી માંગ ઉઠી છે નહીંતર ઉગ્ર આંદોલન કરીશુ અને ચુટણીનો બહીસ્કાર કરીશું તેમ રજુઆતમાં ચીમકી ઉચ્ચારાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!