Friday, October 25, 2024
HomeGujaratકોરોનાં કુણો પડતા મોરબી, વાંકાનેરને રાત્રી કર્ફ્યુમાંથી મુક્તિ અપાઈ સહિત અનેક નિયંત્રણો...

કોરોનાં કુણો પડતા મોરબી, વાંકાનેરને રાત્રી કર્ફ્યુમાંથી મુક્તિ અપાઈ સહિત અનેક નિયંત્રણો થયા હળવા

રાજ્યભરમા કોરોનાં કુણો પડતા આજે રાજ્ય સરકાર દ્વારા નવી ગાઈડલાઈન બહાર પાડી નિયંત્રણો હળવા કરાયા છે જેમાં રાત્રી કર્ફ્યુ માત્ર આઠ મહાનગરોમાં અમલી રખાતા મોરબી અને વાંકાનેરને રાત્રી કર્ફ્યુમાંથી મુક્તિ મળી છે.

- Advertisement -
- Advertisement -

રાજ્યમાં કોરોના કેસોમાં ઘટાડો થતા રાજ્ય સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુના નિયમો હળવા કરી દેવામાં આવ્યા છે. જે શુક્રવાર તા.11 થી લાગુ કરવામાં આવશે. જેમાં રાત્રી કર્ફ્યુના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે . કોરકમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર હવે 11 ફેબ્રુઆરીથી રાજ્યના માત્ર 8 મહાનગરો માં આગામી 18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે. કોરોનાનું સંક્રમણ ઘટતા અન્ય 19 શહેરો માંથી રાત્રી કર્યું હટાવી લેવામાં આવ્યો છે. જેમાં મોરબી અને વાંકાનેર નો પણ સમાવેશ થાય છે. હોટેલ અને રેસ્ટોરન્ટ 75 % ક્ષમતા સાથે 11 વાગ્યા સુધી ખોલી શકાશે. હોમ ડીલીવરીની સેવાઓ 24 કલાક ચાલુ રાખી શકાશે. રાજ્યમાં તમામ પ્રકારના સામાજિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભોમાં ખુલ્લામાં મહત્તમ 150 વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોએ ક્ષમતાના 50 % (મહત્તમ 150 વ્યક્તિઓ) એકત્રિત થઇ શકશે. સરકારના આ નિર્ણય થી ધંધાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!