મોરબી, વાંકાનેર, હળવદ,ટંકારા અને માળીયા ખાતે આગામી તા. 12 માર્ચના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળના ઉપક્રમે જિલ્લા ન્યાયાલય મોરબી તથા વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા ( મી . ) ખાતે આગામી તા . ૧૨/૦૩/૨૦૨૨ ના રોજ લોક અદાલત યોજાશે. આ લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ – ૧૯૮૮ અંતર્ગત અકસ્માતને લગતા કેસો , ફોજદારી સમાધાનને લાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ -૧૩૮ ના કેસો , લગ્ન સંબંધી ફેમીલી કેસો , મહેસુલના કેસો , ભરણપોષણના કેસો , એલ.એ.આરના કેસો , હિન્દુ લગ્ન ધારો, મજુર અદાલતના કેસો, દિવાની દાવા જેવા કે ભાડાના, બેન્કના વિગેરે વીજળી તથા પાણીના કેસો સમાધાન માટે મુકી શકાશે. આ લોક અદાલતમાં હાજર રહેતી વખતે પક્ષકારો અને વકીલઓએ કોવિડ -૧૯ ના ગાઈડલાઈનનું પાલન કરવા ફરજીયાત છે. પક્ષકારોએ લોકાદાલત દ્વારા વિવાદોનુ ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવા માટે આ અંગેની વધુ જાણકારી માટે અદાલતનો અથવા જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, જિલ્લા ન્યાયાલય મોરબી તથા તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતીનો ફોન ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.