મોરબી જિલ્લામાં ડ્રીંક એન્ડ ડ્રાઇવના કેસોમાં નોંધપાત્ર વધારો આવતો હોય તેમ દારૂ પીધેલી હાલતમાં કાર, બાઈક લઈ નીકળેલ છ શખ્સો ને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીમાં શનાળા બાયપાસ પર આવેલ ભક્તિનગરસર્કલ નજીકથી દારૂ પીધેલી હાલતમાં વોસ્કવેગન એમ્યુ કાર રજી. નં. જીજે ૧૫ સી જી-૫૦૬૧ ની કિ.રૂ.૧૦૦૦૦૦ લઈ નીકળેલ આરોપી મનોજભાઇ પ્રભુભાઇ દલસાણીયા (ઉ.વ. ૩૨ રહે. મોરબી ઉમા ટાઉનશિપ શિવપ્રેમ હાઇટ્સ ૧૦૨) અને દારૂ પીધેલી હાલતમાં કાર સવાર ચેતનભાઇ જયરાજભાઇ ઉધરેજા (ઉ.વ. ૪૧ રહે. હરીપર (કેરાળા) તા./જી. મોરબી)ને મોરબી સીટી એ ડિવીઝન પોલીસે દબોચી લઈ કાયદેશની કાર્યવાહી કારી હતી.
દારૂ અંગેના અન્ય એક કેસમાં મોરબી સીટી બી ડીવીઝન પોલિસે ભરતભાઇ કરશનભાઇ પાટડીયા (ઉવ.૪૨ રહે.મકનસર ગોકુલનગર ભક્તિનગર-૨ તા.જી.મોરબી)ને ગુરૂકૃપા હોટલ સામે સર્વિસ રોડ ઉપર થી પીધેલ હાલતમાં મહિન્દ્રા કંપનીની એકસ.યુ.વી.૩૦૦ કાર રજી.નં.GJ-36-L-8870 વાળા ની કિં.રૂ.૫,૦૦,૦૦૦માં ડ્રાઇવ કરતા ઝડપી લીધો હતો.
આ ઉપરાંત મોરબીના મહેન્દ્રનગર સી.એન.જી.પંપ સામે સર્વિસ રોડ પરથી દારૂ ઢીંચેલી હાલતમાં હિરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં.GJ-36-AA-1566 ની કિં.રૂ.૨૫,૦૦૦ લઈ નીકળેલ જીવણભાઇ બચુભાઇ ચાવડા (ઉવ.૩૧ રહે.આઇ.ટી.આઇ. નજીક સર્વોપરી હાઇસ્કુલ પાસે મહેન્દ્રનગર મોરબી)ને પોલીસે ઝડપી લીધો હતો.
વધુમાં મોરબીના વીશીપરા મેઇન રોડ આવેલ એમ.પી.શેઠ સ્કુલના ગેઇટ પાસેથી કેફીપ્રવાહી પીધેલ હાલતમા સુજુકી સ્વીશ મોપેડ રજી. નં. GJ-10-BP-3074 કિંમત રૂ.૧૦,૦૦૦ લઈ નીકળેલ આરોપી વિનોદભાઇ લખમણભાઇ ગણેશીયા (ઉ.વ.૩૫ રહે.મોરબી વીસીપરા ચારગોદામ પાછળ રોહીદાસપરા મેઇન રોડ)ને પણ પોલીસે ઝડપી લીધો હતો.
તેમજ લતીપર રોડ પર આવેલ જબલપુર ગામના પાટીયા પાસેથી બીપીનભાઇ પ્રાગજીભાઇ પાણ (ઉ.વ- ૩૫ રહે- જબલપુર ગામ તા-ટંકારા જી-મોરબી) ને પણ દારૂ પીધેલી હાલતમાં વોકસવેગન કંપનીની પોલો રજીસ્ટર નંબર MP09CM-9973 ની કિ.રૂ. ૨,૫૦,૦૦૦ ડ્રાઇવ કરતા ઝડપી લઈ તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.