હળવદ તાલુકાના જુના અમરાપર ગામે પાણીની કેનાલ ઓવરફ્લો થતાં નજીકનાં ખેતરોમા જીરુંના ઉભાં પાકમાં પાણી ફરી વળ્યાં હતા જેને પગલે પાકનો સત્યાનાશ થઈ જતા ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે.હળવદ પંથકના ચાડધ્રા માઈનોર ડી 19 કેનાલમાં સાફસફાઈના અભાવને લઈને ઠેક ઠેકાણે ઝાળી, ઝાંખરા આને બાવળનો ઉપદ્રવ વધતા કેનાલ ઓવરફ્લો થઈ હતી. જેથી અમરાપર ગામે ઈશ્વરભાઈ ગોરધનભાઈ નામના ખેડૂતના ખેતરમા પાણી ફરી વળ્યાં હતા. આશરે 10 વીઘાના પાકમા નમૅદા કેનાલનુ પાણી ફરી વળતા જીરુંના પાકનો સોથ વળી ગયો હતો. સોના જેવા જુરુણા પાક પર કેનાલનું પાણી ઝેર સાબિત થતા ખેડૂતની મહેનત અને પાક પાછળ કરેલ ખર્ચા પણ ટાઢુંબોળ પાણી ફરી વળ્યું છે અને તંત્રની કામગીરી સામે ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.