Thursday, November 28, 2024
HomeGujaratવિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી, અજંતા ઓરેવા ગ્રુપના સુપ્રીમો દ્વારા મુખ્યમંત્રી સાથે મુલાકાત...

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી, અજંતા ઓરેવા ગ્રુપના સુપ્રીમો દ્વારા મુખ્યમંત્રી સાથે મુલાકાત કરાઈ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી ગણ અને અજંતા ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

- Advertisement -
- Advertisement -

શ્રી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદ તરફ થી સાંજે સી. એમ. હાઉસ – ગાંધીનગર ખાતે ” આભાર” વ્યક્ત કરવા માટે સંસ્થાના આગેવાનો અને ટ્રસ્ટીઓએ શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. આ તકે ટ્રસ્ટીઓ આર. પી. પટેલ, દીપકભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, વાડીલાલ પટેલ, ડી. એન. ગોલ, રૂપેશભાઈ પટેલ સાથે અજંતા ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પટેલ પણ ઉપસ્થિત રહેલ હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ તરફથી શ્રી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તરફ થી ૧૦૦ એકર લેન્ડ માં રૂ. ૧૦૦૦ કરોડ ના ખર્ચે વિશ્વનું સૌથી ઊંચું શ્રી ઉમિયા માતાજીનું મંદિર અમદાવાદ ખાતે નિર્માણ થાય છે તેમાં પણ યોગ્ય સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે જયસુખભાઇ પટેલ તરફથી મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!