ટંકારા તાલુકાના વિરપર ગામે જુગાર રમતા ત્રણ પતાપ્રેમીઓ પોલીસની ઝડપે ચડ્યા હતાં.પોલીસે તમામના કબજામાંથી રોકડ સહિતનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી આગળ ધપાવી છે.
ટંકારા તાલુકાના વિરપર ગામે નદીના વોકળા નજીક જુગારની મહેફિલ જામી હતી. જે અંગે પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી. જ્યા રેઇડ દરમિયાન જુગાર રમતા પ્રભુભાઈ પરશોત્તમભાઈ ઉઘરેજા (ઉ.વ.૩૮ રહે.નવાપરા કોળીવાસ વિરપર તા ટંકારા), મગનભાઈ ભાણાભાઈ રાકાણી (ઉવ.૫૧ રહે બા ની વાડી પાસે વિરપર તા ટંકારા) અને રવજીભાઈ રતાભાઈ બાવરવા (ઉ.વ.૪૦ રહે વિરપર તા ટંકારા) રંગે હાથ ઝડપાયા હતા. પોલિસે તમામના કબજામાંથી
રોકડ રૂપીયા ૧૫૨૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેશરની કાર્યવાહી કરી હતી.
મોરબીના મકરાણીવાસમાંથી વરલીબાજ ઝડપાયો
જુગાર અંગેના અન્ય એક કેસની વિગત અનુસાર મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમતા ઇસ્માઇલ હુશૈનભાઇ બ્લોચ (ઉ.વ.૨૫ રહે,મકરાણીવાસ સબ જેલની પાછળ મોરબી)ને મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ઝડપી લીધો હતો. આરોપીના કબજામાંથી કિ.૨૦૦ ના મુદ્દામાલ કબ્જે કરી પોલીસે કાયદેસનરી કાર્યવાહી હાથ ધરી છે.