Thursday, January 9, 2025
HomeGujaratમંત્રી મેરજાના હસ્તે પડધરીમાં ૨૩૯.૩૨ લાખના ખર્ચે બનનારા તાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત...

મંત્રી મેરજાના હસ્તે પડધરીમાં ૨૩૯.૩૨ લાખના ખર્ચે બનનારા તાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરાયું

પડધરીમાં રૂ. ૨૩૯.૩૨ લાખના ખર્ચે બનનારા પંચાયત ભવનનું પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેનો અગ્રણીઓના હસ્તે ભૂમિ પૂજન વિધિ કર્યા બાદ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.

- Advertisement -
- Advertisement -

આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે ગામડાના લોકોની સમસ્યા અને પ્રશ્નોના નિરાકરણ માટે રાજય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. ગામડાના લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે રાજયસરકાર પ્રયત્નશીલ છે. પ્રજાને પાણી, વીજળી. આવાસ, આરોગ્ય સહિતની સુવિધાઓ મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે.

વધૂમાં સાંસદ મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યું હતું કે પંચાયત મંત્રી બ્રિજેશભાઈના માર્ગદર્શન હેઠળ છેવાડાના માનવીનો વિકાસ માટે વધુ ને વધુ લોકકલ્યા્ણલક્ષી યોજનાઓનું અમલીકરણ કરાઇ રહયું છે. ખેડૂતોને વધુ ને વધુ ભાવ મળે તે માટે પણ સરકાર વિવિધ આયોજનો કરે છે.

જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદરે કહ્યું હતું કે સરકાર દ્વારા ખેડૂતો- પશુપાલકો માટે અનેકવિધ યોજનાઓ ચાલી રહી છે. વરસાદી પાણીને રોકવા માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ વધુને વધુ થાય તો ખેડૂતો- લોકોની પાણીની સમસ્યા હલ થઇ શકે.

પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલિયા અને અગ્રણી મનસુખભાઈ ખાચરિયાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, દક્ષાબેન ચૌહાણ, પડધરી તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાજુભાઈ બાંભવા , માર્કેટ યાર્ડ પ્રમુખ અખિલસિંહ જાડેજા, આગેવાનો પ્રવિણભાઈ હેરમા, મહેશભાઈ અકબરી, જગદીશભાઈ મુછડીયા, ગીરીરાજસિંહ જાડેજા, સુમાબેન લુણાગરીયા, ડે. ડિડીઓ રાહુલ ગમારા, મામલતદાર ભાવનાબેન સહિતના સ્થાનિકો ઉપસ્થિતિ રહ્યા હતા. આ તકે આભારવિધિ હંસાબેને કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!