મોરબી જિલ્લા બાર એસોસિએશન તથા નોટરી એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપી જણાવવામાં આવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા 22 જેટલા સોગંદનામા કરવાનો અધિકાર ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનો મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ તકે નોટરી એલ. પી. ચાવડા તથા ફૂલતરીયાભાઈ ઉપરાંત દિલીપભાઈ અગેચણિયા (પ્રમુખ), અશોકભાઈ સરડવા (ઉપપ્રમુખ), કલ્પેશભાઈ સંખેસરિયા (કારોબારી સભ્ય), અલ્પેશ પારેખ (જોઈન્ટ સેક્રેટરી), ધવલ શેરેશિયા (કારોબારી સભ્ય), રામદેવસિંહ જાડેજા (ઉપપ્રમુખ, નોટરી), ભરતભાઇ કે. ભટ્ટ (નોટરી), પ્રવીણભાઈ હડિયાલ (નોટરી), ચિરાગભાઈ કંઝરીયા, ઇશુંફભાઈ ચાનીયા (નોટરી), કરમશીભાઈ પરમાર સહિતના વકીલ મંડળના સભ્યો હાજર રહ્યા હતા.
મોરબી જિલ્લા વકીલ મંડળ તથા મોરબી નોટરી મંડળ સખ્ત શબ્દોમાં વિરોધ પ્રદર્શિત કરે છે. નોટરીની સત્તા તલાટી મંત્રીને આપી શકાય નહિ. કારણ કે તલાટીનો ગેઝેટેડ ઓફિસરના વર્ગમાં સમાવેશ થતો નથી. તેમજ આવી કોઈ કાયદાકીય જોગવાઈ કરવામાં આવી નથી. આ મામલે લેવાયેલો આ નિર્ણય પ્રજાલક્ષી નથી. આ નિર્ણયથી પ્રજામાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધશે. અને તલાટીમંત્રીઓ પાસેથી અનેક પ્રકારના કામ હોવાથી પ્રજાના કામ થશે નહિ અને પ્રજાને હેરાનગતિ વધશે.