હળવદ ચેક રિટર્ન કેસમાં હળવદ સીવીલ કોર્ટ દ્વારા આરોપીને સજા અને દંડ સહિત વળતર ચુકવવાનો હુંકમ ફરમાવ્યો છે.
કેસની વિગત અનુસાર હળવદ ખાતે આવેલ સરકાર હસ્તગતની કચેરમાં ડ્રાંઈવર તથા ગાડી પુરી પાડવાની કામગીરી કરવા બદલ અંજલી કન્સ્ટ્રકશન (અરવિંદભાઈ મોહનભાઈ મહિડા – પ્રોપરાઈટર) રાજકોટ દ્વારા કામ મેળવ્યું હતુ જે અંતર્ગત ભરતભાઈ નથુભાઈ પરમારને એજન્સી દ્વારા કામગીરી સોપવા પેટા કરાર કરવામાં આવ્યો હતો. જે બદલ ફરીયાદી અને આરોપી વચ્ચે થયેલ વ્યવ્હારનો ચેક રીર્ટન થતા ભરતભાઈ નથુભાઈ પરમાર દ્વારા “ધ નેગોશીયેબલ એકટ ની કલમ -૧૩૮” મુજબની ફરીયાદ અંજલી ક્રન્ટ્રકશનના અરવિંદભાઈ મોહનભાઈ મહિડા (પ્રોપરાઈટર) સામે કરવામાં આવી હતી. આ કામના આરોપી દવારા સરકારી કચેરીમાં ગાડી પુરી પાડવાનો કોન્ટ્રકટ મેળવવા માં આવેલ હતો . જે અંતગત ફરીયાદીની ગાડી તથા ડ્રાંઈવર સહિત સેવામાં હાજર રહેવા પેટા કરાર કર્યો જે બાદ આરોપી દ્વારા માસીક વેતન ચુકવવાનુ હતુ. જે ફરીયાદીને ચેકથી પેમેન્ટ કરવાનુ હતુ. પંરતુ ફરીયાદીની સરળતાનો ગેરલાભ લઈ આરોપી દવારા ચેક આપેલ પંરતુ મહેનતાણુ ચુકવેલ નહિ.જે ચેક બેન્કમાં જમા કરાવતા ચેક પરત ફર્યો હતો જેને લઈને કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.જે કેસ ચાલી જતા હળવદના આર . એમ . કરોત્રા દ્વારા મોખીક તેમજ દસ્તાવેજી પુરાવો ધ્યાને લઈ આરોપીને તકસીરવાન ઠેરવી સજા તથા દંડ સહિત ફરીયાદીને વળતર ચુકવવાનો હુંકમ ફરમાવવામાં આવેલ છે.
આ કેસમાં ફરીયાદીના વકીલ તરીકે હળવદના એડવોકેટ વિશાલ રાવલ રોકાયેલ હતા.