મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં મોરબી ખાતે તા. 25ના રોજ યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેના ભાગ રૂપે મોરબી પોલીસ દ્વારા સુરક્ષા વ્યસવાથાનો એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. ચાંપતો બંદોબસ્ત સહિતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આગામી તા. 25-02ના રોજ મોરબી જીલ્લામાંથી ગરીબ કલ્યાણ મેળાનું લોકાર્પણ કરવામાં આવશે. જે કાર્યક્રમને અનુસંધાને મોરબીમાં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ જળવાઈ રહે તથા સુરક્ષામાં ચૂક ન રહે તે માટે મોરબી પોલીસ દ્વારા દિવસ રાત એક કરીને સંવેદનશીલ વિસ્તારમાં વાહન ચેકીંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વધુમાં એસપી સુબોધ ઓડેદરા દ્વારા હેલિપેડથી લઈ તમામ આજુબાજુના વિસ્તારમાં ડે નાઈટ પેટ્રોલીંગ પણ કરવામાં આવી રહ્યું છે.
રેન્જ આઈજી સંદીપ સિંહ ,એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ તથા મોરબી, માળિયા, વાંકાનેર, હળવદ, ટંકારા સહિતના પોલીસ મથકમાંથી પોલીસકર્મીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે. આમ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં કોઈ કચાશ ન રહે તે માટે રેન્જ આઇજી અને મોરબી એસપી દ્વારા સુચાઉ આયોજન કરવામાં આવ્યું છે.