Monday, November 25, 2024
HomeGujaratખેલ મહાકુંભમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન થકી રમતમાં ભાગ લેવા ખેલાડીઓને અનુરોધ કરાયો

ખેલ મહાકુંભમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન થકી રમતમાં ભાગ લેવા ખેલાડીઓને અનુરોધ કરાયો

ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેલમહાકુંભ -૨૦૨૧નું આયોજન કરવામાં આવશે. આ ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ રમતગમતનું વાતાવરણ ઉભું થાય અને ખેલદિલીને આગળ વધારવા તથા ગામ, શહેર, તાલુકા, જિલ્લા અને રાજ્ય લેવલે ખેલાડીઓની પ્રતિભા વધે તેમજ શારીરિક સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખવાનો છે.
આ ખેલ મહાકુંભમાં ખેલાડીઓ ભાગ લે તે હેતુથી શાળા/ગ્રામ્ય કક્ષાથી લઇને તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ વિવિધ-૨૯ રમતોનો ૪(ચાર) વય જુથ અં-૧૧, અં-૧૪, અં-૧૭, ઓપન એઇઝ ગૃપ (૧૭ થી ૪૫ વર્ષ સુધી)ના વયજુથમાં સમાવેશ કરી આયોજન કરવામાં આવનાર છે. શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી ફરજીયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટ પર શરૂ કરવામાં આવેલ છે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી મોરબી ની યાદીમાં જણાવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!