યુક્રેનમાં યુધ્ધની સ્થિતિની શક્યતા વચ્ચે ત્યાં અભ્યાસ કરતો મોરબીનો એક વિધાર્થી ફસાયો હોવાથી વાલીઓના જીવ અધ્ધર તાલ થયા છે. યુક્રેઇન અને રસિયા વચ્ચેના તણાવને લઈને સ્થિતિ કફોડી બની રહી છે ત્યારે યુક્રેઇનમાં રશિયાએ કરેલ આક્રમણ બાદ સ્થિતિ બેકાબુ હોય તેવું જણાઈ રહ્યું છે. જેને લઈને મોટા ભાગના શહેરોમાં માર્શલ લો લાગુ કરી દેવામાં આવ્યો છે. આવી વિકટ સ્થિતિમાં મોરબીના રવાપર રોડ પર રહેતા પરિવારનો વિધાર્થી કુલદીપ દીપકભાઈ દવે યુક્રેનમાં ફસાયો હોવાનું જાહેર થયું છે.
એમબીબીએસના અભ્યાસ અભ્યાસ અર્થે યુક્રેન ગયેલ કુલદીપ દવે હાલ ફસાયો હોવાની વાલીઓએ મોરબી જિલ્લા વહીવટી તંત્રને માહિતી આપી હતી. હાલ ભારત સરકારે વિદ્યાર્થીઓ ને એર લીફ્ટ અંગે નિર્ણય ન લેતા વાલીઓમાં ચિંતા પ્રસરી છે