વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે ચારેક માસ અગાઉ રહેણાંક મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરાઉ દાગીના સહિત કિ.રૂ. ૫૬૭૨૦ ના મુદામાલ સાથે એક રીઢા આરોપીને મોરબી એલસીબીએ દબોચી લીધો હતો.જેની પૂછપરછ મા અન્ય બે આરોપીના નામ ખુલતા પોલિસે વધુ તાપસ હાથ ધરી છે.
વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે એક શખ્સ ગુન્હોં કરવાની પેરવીમાં વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે ઉભો હોવાની બાતમી મળતા પોલીસ દોડી ગઈ હતી.જ્યાં તપાસ કરતા આરોપી દિલીપ ઉર્ફે મનોજ મંગળભાઇ ઝાલા (ઉ.વ.૩૬ રહે.મુળ છીપડી તા. કઠલાલ જિ. ખેડા હાલ રહે. હાલ અમદાવાદ) ઝડપાયો હતો. જેની પુછપરછ કરતાં પોતે તથા પોતાના સાગરીતો સાથે મળી ચારેક માસ પહેલા વાંકાનેર ચંદ્રપુર ખાતે આવેલ રહેણાંક મકાનના દરવાજાના તાળા નકુચા તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી. વધુમાં આ દરમિયાન આરોપી વિષ્ણુ ઉર્ફે રાજુ દલપતભાઇ સોઢાપરમાર રહે શણાલી ,તા.મહુધા , જી.ખેડા અને વિષ્ણુ ઉર્ફે રાજુનો મિત્ર લાલોનું નામ ખુલતા પોલીસે તપાસ તેજ બનાવી છે.
પોલીસ ઝપટે ચડેલ આરોપીના કબ્જામાંથી પોલીસે સૌના દાગીના કિ.રૂા .૪૫૦૦૦, મોબાઇલ ફોન નંગ -૨, કિ.સ .૩૦૦૦, રોકડા રૂા .૮૫૦૦ અને ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાના સાધનો ડિસમીસ , પકડ , કટર સહિત કુલ રૂા .૫૬૭૨૦ / – નો મુદામાલ કબજે કરી ઘરફોડ ચોરીના ભેદ ઉકેલી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો હતો.
આરોપી વિષ્ણુ ઉર્ફે રાજુ દલપતભાઇ સોઢાપરમાર તથા અન્ય આરોપીઓ એ સાથે મળી નડીયાદ કઠલાલ, મોરબી તાલુકા, અમદાવાદ મણીનગર , નારણપુરા વિસ્તારમાં ચેઇન સ્નેચીંગ બંધ મકાન , દુકાન , ઓફીસના દરવાજા શટરના તાળા નકુચા તોડી ઘરફોડ ચોરી તેમજ મોટરસાયકલ ચોરીઓ કરવાના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડયાનું ખુલ્યું છે.
જેમાં નડીયાદ ટાઉન ખાતે કમલા જવેલર્સ નામની દુકાનના શટર તોડી દુકાનમાં રાખેલ તીજોરીની ચોરી કરી તેમા રાખેલ સોના ચાંદી તથા રોકડ રકમ મળી એક કરોડ રૂપિયાની ચોરી કરેલ છે.જે ગુનામાં આરોપીને કોર્ટ તરફથી સજા કરવામાં આવી હોવાનું પણ ખુલ્યું છે. તેમજ છેલ્લા બે માસ દરમ્યાન સુરેન્દ્રનગર , જોરાવરનગર , વઢવાણ તથા બોટાદ ટાઉન વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ કરેલ હોવાની કબુલાત આપેલ છે.