મોરબીમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મોરબી જિલ્લામાંથી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાઈ છે ત્યારે આ લોકાર્પણ બાદ મુખ્યમંત્રી જીલ્લા ભાજપ દુર્લભજી દેથરીયાના ઘરે મુલાકાત કરી હતી આ બાદ તેઓ રાધે પાર્ટી પ્લોટ ખાતે મોરબીના ઉદ્યોગકારો અને મોરબીના ભાજપના આગેવાનો સાથે કાર્યક્રમ યોજ્યો હતો જો કે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની હાજરી હોવાથી માહિતી વિભાગ અને જીલ્લા ભાજપ દ્વારા પત્રકારોને હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું
જેના ભાગ રૂપે તમામ પત્રકાર મિત્રો આ કાર્યક્રમમાં હાજરી આપી હતી જો કે બાદમાં અચાનક જ પત્રકારોને આ કાર્યક્રમમાં થી જગ્યા છોડી દેવાનું ફરમાન આપવામાં આવ્યું હતું અને આ ખાનગી કાર્યક્રમ હોવાનું જણાવી બહાર નીકળી જવા કહી પત્રકાર મિત્રોનું અપમાન કરવામાં આવ્યું હતું જો ખરેખર આ કાર્યક્રમમાં પત્રકારોને આવવા પર મનાઈ હતી તો આમંત્રણ કેમ આપવામાં આવ્યું ? આ મોટો પ્રશ્ન છે આ તો ઘરે બોલાવીને જાકરો આપી અપમાન કર્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ જો કે પત્રકારોને કોઈપણ પક્ષ જાહેર કાર્યક્રમોમાંથી જવાનું ન કહી શકે એમ છતાં પત્રકારોએ ગરિમા જાળવી ત્યાંથી ચાલતી પકડી હતી પરંતુ જરૂર હોય ત્યારે પત્રકારોને આગળની ખુરશીમાં બેસાડતા ભાજપના આગેવાનો દ્વારા પત્રકારોને માઈકમાં બોલી જાકારો આપ્યો હતો જે ખરેખર શરમજનક બાબત છે ત્યારે આગામી સમયમાં અનેક કાર્યક્રમો ભાજપના થવાના છે એ પણ ખાનગી રાખવા જોઈએ તેવું પત્રકાર મિત્રોએ મોરબી મિરર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું ત્યારે આજે ચોથી જાગીર પર આ મોરબી ભાજપ આગેવાનો ની તરાપ કેટલા અંશે યોગ્ય છે એ મોટો સવાલ છે.