વાંકાનેર તાલુકાના વિરપર ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે રેઇડ પાડી દેશી દારૂ અને દારૂ બનાવવાના સાધનો ઝડપી લીધા હતા આ રેઇડ દરમિયાન આરોપી નાશી છુટતા પોલીસે તેને ફરારી જાહેર કરી તપાસ હાથ ધરી છે જ્યારે મોરબી તાલુકાના જુના જાંબુડીયા ગામે આરોપીના રહેણાક મકાનમાંથી દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો અને દારૂ સાથે બે શખ્સો ને પોલીસે ઝડપી લીધા હતા.
વાંકાનેર તાલુકા પોલીસ મથકથી ૧૯કિ.મી.દૂર આવેલ છના રામુ કોળી (રહે.વીરપર)ની વિરપર ગામે આવેલ ખારાની વાડી વિસ્તારમાં પડતર પડેલ વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની પોલીસ ને બાતમી મળતા પોલીસે રેઇડ પડી હતી આ દરમિયાન 50 લિટર ગરમ આથો કી.રૂ.૧૦૦ તથા 600 લીટર ઠંડો આથો કી.રૂ.૧ર૦૦, ગરમ દારૂ લીટર-૨પ કી.રૂ.પ૦૦ દેશી દારૂ ગાળવાના ઉપયોગમાં લીધેલ ભઠ્ઠીના સાધનો કુલ રૂપીયા-૭૪૬૦ સહિત રૂપીયા-૯૨૬૦ નો મુદામાલ ઝડપાયો હતો. આ રેઇડ દરમિયાન આરોપી રોહીત દિનેશભાઇ કોળી નાશી છુંટતા પોલીસે ફરાર દર્શાવી તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે.
અન્ય એક કેસની મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબી તાલુકાના જુના જાંબુડીયા ગામે આવેલ પંચાયતની પાછળ આરોપી રવીભાઇ છનાભાઇ ઝોલાપરાના રહેણાંક મકાનમાંથી પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી.પોલીસે રેઇડ પડતા આ દરમિયાન દેશીદારૂ લી-૨૦ કિ.રૂા.૪૦૦ તથા દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો લી-૧૦૦ કિ.રૂા.૨૦૦, પતરાનું નાનું બેરલ નંગ-૦૧ કિ.રૂ.૫૦, ગરમ આથો ૩૦ લીટર કિ.રૂ.૬૦ સહિત એક ગેસનો ચુલો કિં.રૂ.૫૦૦ તથા ગેસનો બાટલો નંગ-૦૧ કિં.રૂ.૧૦૦૦ મળી કિ.રૂ.૨૩૦૦ નો મુદામાલ ઝડપાયો હતો જેને પગલે પોલીસે આરોપી રવીભાઇ છનાભાઇ ઝોલાપરા (રહે.જુના જાંબુડીયા પંચાયતની પાછળ તા.જી.મોરબી,) અને બાબુભાઇ છગનભાઇ વીંજવાડીયા (રહે. જાંબુડીયા શક્તિપરા તા.જી.મોરબી) ને ઝડપી લીધા હતા.
મોરબીના વસંતપ્લોટમાંથી દારૂની બોટલો સાથે એક ઝડપાયો
મોરબીની વસંતપ્લોટ શેરીનં.૨ ના નાકા પાસે થી વિદેશી દારૂની જહોનીવોકર રેડ લેબલ બ્લેન્ડેડની રૂપિયા ૪૭૧૦ની કિંમતની ત્રણ બોટલ દારૂ સાથે નીકળેલ આરોપી બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા (ઉ.વ.૩૦ રહે.મોરબી દાઉદીપ્લોટ શેરીનં.૨)ને મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ઝડપી લઈ તેનું વિરુદ્ધ પ્રોહી કલમ ૬૫-A-A, ૧૧૬-B મુજબ કાયદેશનરી કાર્યવાહી કરી હતી.