મોરબીની શાન શમાન ઐતિહાસિક મણિ મંદિરને નવુ રૂપ અપાયા બાદ તાજેતરમાં દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું જ્યા ગઈકાલે રવિવારે રજાનો દિવસ હોવાથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું આ દરમિયાન અસામાજિક તત્વો દ્વારા વાઘમહેલમાં અન્ય જગ્યાએ પ્રવેશ બંધ છે એવી જગ્યા એ જવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને મણીમંદિરની ઇમારતને નુકશાન પહોચાડવામાં આવતા પ્રસાશન દ્વારા મંદિર ફરી બંધ રાખવા નિર્ણય લેવાયો છે.
તાજેતરમાં વાઘમહેલમાં આવેલ ફક્ત મંદિરમાં જ દર્શન કરવા માટે મંજૂરી આપવામાં આવી છે આ દરમિયાન ગઈકાલે રજાના દિવસમાં દર્શનાર્થીઓનો દરિયો ઘૂઘવ્યો હતો જેના અમુક શખ્સો નિયમોને નેવે મૂકી વાઘમહેલમાં પ્રવેશ બંધ છે તેવા સ્થળોએ ઘૂસવાનો પ્રયાસ કરતા મોરબી પેલેસ મેનેજમેન્ટ દ્વારા તાત્કાલિક મણી મંદિર બધ કરવામાં આવ્યું છે. માણી મંદિરનું સંપૂર્ણ સમારકામ થઈ જાય પછી ફરીથી ચાલુ કરવામાં આવે તેવું જાહેર થયું છે.
મોરબીના ઐતિહાસિક વારસા સમાન મણી મંદિરની જાળવણી કરવાની તમામની જવાબદારી હોવાથી આ અંગે જાગૃતતા દાખવવા અપીલ કરાઈ છે.