Sunday, January 19, 2025
HomeGujaratદારૂના ગુન્હામા પોલીસ ચોપડે ચડેલ મોરબીનો ફરાર આરોપી ઝડપાયો

દારૂના ગુન્હામા પોલીસ ચોપડે ચડેલ મોરબીનો ફરાર આરોપી ઝડપાયો

હળવદ પંથકમાં ઇંગ્લીશ દારૂના ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ અને છેલ્લા ૫ માસથી પોલીસને થાપ આપી નાશતા ફરતા આરોપીને ઝડપી લેવામાં મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા સાંપડી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ મથકમા દારૂના ગુન્હામાં સંડોવાયેલ આરોપી પપ્પુ ઉર્ફે રાધે ઉર્ફે કિશન નવઘણભાઇ રાતડીયા (રહે.મૂળ ગાગોદર તા.રાપર જી.કચ્છ હાલ.રહે.જેતપર મોરબી) જેતપર નવાપરા નજીક હોવાની પોલીસને જાણ થતા પોલીસે દોડી જઇ આરોપી પપ્પુને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.

આ કામગીરીમાં પીઆઇ એમ.આર.ગોઢાણીયા પીએસઆઇ એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, એ.એસ.આઇ. પોલાભાઇ ખાંભરા, રજનીભાઇ કૈલા, સંજયભાઇ પટેલ, કૌશીકભાઇ મારવણીયા તથા હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ બોરાણા, ચંન્દ્રકાંતભાઇ વામજા, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, કોન્સ્ટેબલ બ્રિજેશભાઇ કાસુન્દ્રા, અશોકસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ જાડેજા સહિતના જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!