Thursday, January 16, 2025
HomeGujaratટિકર રણમાં થયેલ દબાણોની તપાસ કરી સાત દિવસમાં અહેવાલ મંગાયો

ટિકર રણમાં થયેલ દબાણોની તપાસ કરી સાત દિવસમાં અહેવાલ મંગાયો

ટિકરના રણમાં ભુમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હોવાની ધગધગતી રાવ ઉઠતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ અંગે તપાસ મદદનીસ વન સંરક્ષક (ACF) ને સોંપવામાં આવી છે અને અરજદારને સાથે રાખી ઊંડી તપાસ કરી સાત દિવસમાં અહેવાલ સોંપવા નાયબ વન સંરક્ષક (DFO)એ આદેશો કરતા ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

- Advertisement -
- Advertisement -

 

હળવદ તાલુકાના કચ્છના નાના રણમાં આવેલ ટીકર પાસે રણ માફિયાઓ દ્વારા જી.પી.એસ લોકેશન ૨૩.૨૪૭૭૯૧ ૭૧.૦૬૦૯૮૪ ઉપર આડેધડ દબાણૉ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે દિશા નિર્દેશ સમિતિ, ધ્રાગંધ્રા વિધાનસભાના કન્વીનર જીતેંદ્રકુમાર રાઠોડે વન સંરક્ષક વન્યજીવ વર્તુળ ગાંધીનગર ખાતે રજુઆત કરી હતી. જેમાં ગેરકાયદેસર દબાણૅ દુર કરી ટીકર રણમાં ઘુસ પેઠ કરી રહેલા ભુમાફિયાઓ સામે હળવદ રેન્જ દ્વારા કાયદેસરની કાર્યવાહી ન કરી છાવરવામાં આવતા હોવાની પણ રજુઆત કરાઈ હતી આ ગંભીર આક્ષેપ કરવામાં આવેલ છે. આ બાબતને ધ્યાને લઇ અરજદારને સાથે રાખી સ્થળ તપાસ હાથ ધરવા જણાવાયું છે. વધુમાં રજુઆતમાં જણાવેલ તમામ વિગતોની કાયદેશનરી તપાસ હાથ ધરવામાં આવે અને કાર્યવાહીનો તમામ કાગળૉ સહનો અહેવાલ સાત દિવસમાં મોકલી આપવા નાયબ વન સંરક્ષક દ્વારા આદેશ કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!