ટંકારા તાલુકાના વિરપર ગામે ખરાબાની જમીનના ઉપયોગ અંગે ફાળવવામાં આવે છે ત્યારે ગ્રામ પંચાયત તથા આજુબાજુના ખાતેદારોની સંમતી લેવામાં આવે તેવી માંગ સાથે વિરપર ગામના સરપંચે જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી છે.
સરકારના નિયમોને પગલે વિરપર ગામે જુદા – જુદા હતુઓ કલેકટર દ્વારા ખરાબા સહિતની જમીન ફાળવવામાં આવે છે. આ જમીન ફાળવણી બાબતે જે – તે ખાતેદારોને જમીન ફાળવ્યા બાદ ઉપરના સરવે નંબરના તથા બાજુના ખાતેદારોને તેમના ખેતરમાં જવા માટે તકરાર ઉભી થાય છે. આ તકરારનો અંત લાવવ જયારે જમીનની ફાળવવણી કરવામાં આવે ત્યારે વિરપર ગ્રામ પંચાયત તથા અન્ય આજુ – બાજુના ખાતેદારોની સંમતિ લઇને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમ અંતમાં વિરપર ગામના સરપંચે જિલ્લા કલેક્ટરને કરેલ રજુઆતમાં જણાવ્યું હતું.