Thursday, January 16, 2025
HomeGujaratહળવદના રણજીતગઢ ગામની જમીન પચાવી પાડનાર બંધુ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુન્હો...

હળવદના રણજીતગઢ ગામની જમીન પચાવી પાડનાર બંધુ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયો

હળવદ તાલુકાના રણજીતગઢ ગામેં આવેલ જમીન હડપ કરી જવાના ઇરાદે કબજો જમાવી લેતા બે બંધુ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર હળવદના શર્મા ફળીમાં રહેતા વિક્રમભાઇ જગદીશચંદ્ર આચાર્ય નામના 56 વર્ષીય વેપારીની કુલ મુખત્યાર વાળી રણજીતગઢ ગામની સર્વ નં.૧૫૩/પૈકી૧ ની જમીન હે.આર.ચો.મી.૨-૪૨-૩૧ જમીનમાં ગેર કાયદેસર કબજો કરી આરોપી સવજીભાઇ ગણેશભાઇ દલવાડી અને પીતાંબરભાઇ ગણેશભાઇ દલવાડી (રહે.બન્ને રણજીતગઢ તા-હળવદ)એ બળજબરીથી જમીન હડપ કરી લેતા ફરિયાદ નોંધાઇ હતી જેને લઈને પોલીસે બન્ને શખ્સો વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!