Wednesday, January 15, 2025
HomeGujaratહળવદમાં પાડોશીના ત્રાસથી કંટાળી સફાઇ કામદાર પરિવાર દ્વારા છ વિરુદ્ધ પીઆઈને અરજી...

હળવદમાં પાડોશીના ત્રાસથી કંટાળી સફાઇ કામદાર પરિવાર દ્વારા છ વિરુદ્ધ પીઆઈને અરજી કરાઈ

હળવદના માંથક હનુમાનજી મંદિર નજીક રહેતા સફાઈ કામદાર પરિવાર સાથે પાડોશી શખ્સો અવારનવાર ઝઘડો કરી માર મારતા હોય જેને લઈને કંટાળી ગયેલ પરિવારજનોએ હળવદ પીઆઈને લેખિત અરજી કરી ઘટતું કરવા માંગ ઉઠાવી છે.

- Advertisement -
- Advertisement -

લવજી ભાઈ સોલંકીએ તેના પાડોશમાં રહેતા આરોપીઓ હસમુખ ઘોઘાભાઈ,લખીબેન ઘોઘાભાઈ,આશાબેન હસમુખભાઈ, મુકેશભાઈ નાગજીભાઈ, સંતોષ મુકેશભાઈ અને વિપુલ સોમાભાઈ વિરૂદ્ધ અરજી કરી જણાવ્યું કે ગત તા. 16 ના રોજ અમારા કાકાનો દીકરો હસમુખ દારૂ નો નશો કરી ઘરે આવ્યો હતો અને બેફામ વાણી વિલાસ કરવા લાગ્યો હતો.આથી ગાળો બોલવાની ના પાડતા આ શખ્સે પિત્તો ગુમાવી માથાકૂટ કરી હતી જેની જાણ થતા તેના તમામ પરિવારજનો ત્યાં આવી મને મારવા લાગ્યા હતા જેથી પત્ની અને દીકરીઓ બચાવવા ઉતરતા તેમને પણ મૂંઢ માર માર્યો હતો.એટલું જ નહીં ઘરમાથી બહાર પણ નીકળી તો ધમકી આપતા હોવા સહિતના આક્ષેપ કરતા પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!