Thursday, April 25, 2024
HomeGujaratમોરબી શહેર અને નાનીવાવડી ગામેથી દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

મોરબી શહેર અને નાનીવાવડી ગામેથી દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

મોરબીમા ત્રણ બોટલ દારૂ સાથે નીકળેલ ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લઈ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના નાનીવાવડી ગામે આવેલ ભુમી ટાવર પાસેથી શંકાસ્પદ હાલતમાં નીકળેલ ઇસમને મોરબી તાલુકા પોલીસે અટકાવી તલાશી લેતા ફિરોજ રહીમભાઇ મોવર અને દિલીપ કાનજીભાઇ ઉભડીયા નામના આ બેંને શખ્સોના કબ્જામાંથી વિદેશી દારૂની બે અલગ-અલગ બ્રાન્ડની બોટલ ઝડપાઈ હતી જેને લઈને પોલિસે બન્નેને દબોચી લઈ પ્રોહીબિશન ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે દારૂ અંગે અન્ય એક રેઇડમા મોરબી રેલ્વે સ્ટેશન પાછળ ખાડામા રોહીદાપરા જવાના રસ્તે થી પોલીસે મેહુલભાઇ ઉર્ફે નરેન્દ્ર દિનેશભાઇ શુકલ નામના ૨૮ વર્ષીય ઇસમને 300 રૂપિયાની કિંમતની એક બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. જેને લઈને પોલીસે આ ઈસમ વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!