સૌરાષ્ટ્રભરમાં માર્ચ એન્ડિંગના કારણે માર્કેટિંગ યાર્ડ બંધ રાખવા અંગે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે ત્યારે માર્ચ એન્ડીંગના કારણે હિસાબ કરવાના હોવાથી મોરબી માર્કેટિંગ યાર્ડમાં આગામી તા.૩ સુધી માલની આવક અને હરાજી બંધ કરવા નિર્ણય કારવામાં આવ્યો છે.
મોરબી માર્કેટિંગ યાર્ડમાં ધાણા, જીરું, રાયડા સહિતની પેદાશોની આવકના પગલે માર્કેટિંગ યાર્ડ પણ ઊભરાય રહ્યું છે. ત્યારે માર્ચ એન્ડીંગના કારણે મોરબી માર્કેટિંગ યાર્ડ તા.૩ સુધી હરાજી બંધ રહેશે. તા.૨૫ ના રોજ સવારના ૧૦ કલાક સુધી માલની ઉતરાઈ કરવા દેવામાં આવશે ત્યારબાદ તા.૨૬ ને શનિવારના રોજ પેન્ડીંગ માલની હરાજી કરવામાં આવશે અને તા.૩ ને રવિવારના રોજ બપોરના ૩ કલાકથી માલની ઉતરાઈ કરવા દેવામાં આવશે ત્યારબાદ તા.૪ ને સોમવારે હરાજી કામકાજ શરુ કરવામાં આવશે તેમ સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે.