Wednesday, January 1, 2025
HomeGujaratમોરબીના લુંટાવદર ગામે લાઈટના અંજવાળે જુગાર રમતા અડધો ડઝન શખ્સો પકડાયા

મોરબીના લુંટાવદર ગામે લાઈટના અંજવાળે જુગાર રમતા અડધો ડઝન શખ્સો પકડાયા

મોરબી તાલુકાના લુંટાવદર ગામે ધમધમતા જુગારના અખાડા પર પોલીસે રેઇડ પાડી છ શકુની શિષ્યોને રોકડા રૂ . ૬૮,૮૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

લુંટાવદર ગામેં જુના પ્લોટમાં આવેલ પાણીના પરબ પાસે લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા જયંતીલાલ હરજીભાઇ ઝાલરીયા, ધર્મેન્દ્રસિંહ સબળસિંહ જાડેજા, રમેશભાઇ ખીમજીભાઇ ઝાલરીયા, હસમુખભાઇ ચકુભાઇ ઝાલરીયા, નરેન્દ્રગીરી ઉર્ફે નાથુગીરી દેવાગીરી ગૌસ્વામી અને અંબારામભાઇ કાનજીભાઇ ઝાલરીયા (રહે.બધા લુંટાવદર તા.મોરબી) ને પોલીસે ઝડપી લીધા હતા.પોલીસે તમામ આરોપીઓના કબજામાંથી જુગારનું સાહિત્ય સહિત રોકડા રૂપીયા -૬૮,૮૦૦નો મુદામાલ જપ્ત કરી જુગરધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!