મોરબી પેટા ચૂંટણી માં ભાજપ કોંગ્રેસ બન્ને ના જીતના દાવા :
કોણ બાજી મારશે ૧૦ નવેમ્બર ના રોજ નિર્ણય .
મોરબીમાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપી દીધા બાદ પેટા ચુંટણી યોજવાની ફરજ પડી છે બ્રિજેશ મેરજા ભાજપમાં જોડાઈ ગયા હતા જેમાં ભાજપ તરફથી ઉમેદવાર તરીકે બ્રિજેશ મેરજાનું નામ ચર્ચાઈ રહ્યું હતું ત્યારે આજે એ ચર્ચા પર ભાજપ દ્વારા મોરબી- માળિયા બેઠકના ઉમેદવાર તરીકે બ્રિજેશ મેરજાના નામની સતાવાર જાહેરાત કરી દેતા પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. અને આગામી 14 તારીખે બ્રિજેશ મેરજા ફોર્મ ભરશેઆ સાથે મોરબીની બેઠક પરથી કોંગ્રેસ તરફથી પણ જ્યંતી પેટલ નું નામ હાલ આગળ છે ત્યારે સત્તાવાર જાહેરાત કોંગ્રેસ ટુક સમયમાં જ કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે જો કે કોંગ્રેસ તરફથી જ્યંતી પટેલનું નામ નક્કી જ માનવામાં આવી રહ્યું છે ત્યારે આ પેટા ચૂંટણી માં ભાજપ અને કોંગ્રેસ બન્નેએ જીત નિશ્ચિત હોવાનો દાવો કર્યો છે જો કે મોરબી વાસીઓ કોને જીતનો તાજ પહેરાવશે એ આગામી10 નવેમ્બર ના રોજ જ ખબર પડશે હાલ મોરબી માં ચૂંટણીનો માહોલ ગરમાયો છે.