Monday, December 23, 2024
HomeGujaratટંકારા પંથકના ખેડૂતને દંડની દાટી દઈ મોરબી સિંચાઇ વિભાગના કર્મીએ માંગી લાંચ...

ટંકારા પંથકના ખેડૂતને દંડની દાટી દઈ મોરબી સિંચાઇ વિભાગના કર્મીએ માંગી લાંચ : એસીબીએ ઝડપી લીધો

મોરબી સિંચાઇ વિભાગના કર્મચારીએ ટંકારા તાલુકાના ખેડૂતને દંડ ફટકારવાની દાટી મારી તેની પાસેથી રૂ. 4 હજારની લાંચ માગી હતી જે સ્વીકારતા એસીબીએ કર્મચારીને રંગેહાથ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર ટંકારા મચ્છુ ડેમમાંથી છોડવામાં આવતા સીંચાઇ માટેના પાણીનો લાભ મેળવવા ટંકારા તાલુકાના એક ખેડૂતે બે જમીનમાં અરજી કરી હતી. સીંચાઇના પાણીનો ઉપયોગ પણ કરેલ ન હોવા છતા મોરબી સિંચાઇ પેટા વિભાગ- મચ્છુ-2ની નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીના ક્લાર્ક જગદિશભાઇ જેઠાલાલ દવેએ ખેડૂતને જણાવેલ કે, તમે અરજી ન કરેલ જમીનમાં પણ સીંચાઇના પાણીનો ઉપયોગ કરી દંડને પાત્ર ગુન્હો કર્યો છે જો દંડ ન ભરવો હોય તો રૂા.6000 રૂપિયા આપવા પડશે. અને લાંચ સ્વરૂપે રૂા.4000ની માંગણી કરી હતી જેને પગલે ખેડૂતો જાગૃતતા દાખવી એ.સી.બી. રાજકોટ શહેરને ફરીયાદ કરી હતી જેને લઈને આરોપી મોરબી સિંચાઇ વિભાગના કર્મચારીએ ખેડૂત સાથે લાંચની માંગણીની કરી ટંકારાના ધૂનડા ગામે ખેડૂત પાસેથી લાંચની રૂા.4000 ની રકમ સ્વીકારી હતી. આ વેળાએ એસીબીએ પ્રગટ થઈ તેને રંગે હાથ ઝડપી લીધો હતો અને તેની વિરુધ કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં ટ્રેપીંગ અધિકારી તરીકે એસીબી- રાજકોટ શહેર પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા અને સુપરવિઝન અધિકારી તરીકે રાજકોટ એલસીબી એકમ ઇન્ચાર્જ મદદનીશ નિયામક બી.એલ.દેસાઈ રોકાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!