Wednesday, January 8, 2025
HomeGujaratવાંકાનેરના ભલગામ નજીક વીજ સબ સ્ટેશનના કવાટર્સમાથી જુગારધામ ઝડપાયુ: નવ જુગારીઓ ઝબ્બે

વાંકાનેરના ભલગામ નજીક વીજ સબ સ્ટેશનના કવાટર્સમાથી જુગારધામ ઝડપાયુ: નવ જુગારીઓ ઝબ્બે

વાંકાનેર તાલુકાના ભલગામ નજીકના વીજ સબ સ્ટેશનના કવાટર્સમા ધમધમતા જુગારધામ પર પોલીસે રેઇડ પાડી જુગાર રમતા નવ પત્તાપ્રેમી પકડી લીધા હતા જ્યારે જુગારધામનો મુખ્ય સંચાલક હાજર ન હોવાથી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

વિગત અનુસાર રાજકોટ – અમદાવાદ હાઇવે પરના ભલગામ નજીકના 66 કે.વી સબ સ્ટેશનના ચાપરાજભાઇ જોરૂભાઇ વેગડ અને પ્રભુભાઇ સરવૈયાના કવાટર્સમાં જુગારની મહેફિલ જામી હોવાનીં પોલીસને બાતમી મળી હતી જે બાતમીને પગલે પોલીસે રેઇડ પાડી હતી. આ દરમિયાન જુગાર રમતા મુકેશભાઇ પ્રભુભાઇ સરવૈયા, મયુરસીંહ જટુભા જાડેજા, ભરતભાઇ બેચરભાઇ જોલાપરા, મહેશભાઇ કરશનભાઇ ચાવડા, ક્રીપાલસીંહ બાબુભા જાડેજા, દીનેશભાઇ ભગવાનજીભાઇ ધોળકીયા, પ્રવીણભાઇ ભાણજીભાઇ કુણપરા, મયુરભાઇ હેંમતભાઇ સોલંકી અને જયેશભાઇ રામભાઇ મઢવી સહિતના શખ્સો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા.પોલીસે તમામના કબજમાંથી રોકડ રૂપીયા ૩૪૫૦૦ નો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વધુમાં આ રેઇડ દરમિયાન આરોપી ચાપરાજભાઇ જોરૂભાઇ વેગડ હાજર ન મળતા પોલીસે તેને ફરારી જાહેર કરી તાપસ તેજ બનાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!