Thursday, January 16, 2025
HomeGujaratહળવદમાં વતન ગયેલ કટલેરીના વેપારીના મકાનમાં તસ્કરો ત્રાટકયા

હળવદમાં વતન ગયેલ કટલેરીના વેપારીના મકાનમાં તસ્કરો ત્રાટકયા

હળવદના સુનિલનગર વિસ્તારમાં રહેતા અને કટલેરીના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીનો પરિવાર વતન ગયો હોય આ દરમિયાન ગત રાત્રે અજાણ્યાં ઈસમોએ વેપારીના મકાનને નિશાન બનાવ્યું હતું. તાળું તોડી ત્રાટકેલા ઈસમો કેટલો મુદામાલ ઉસેડી ગયા તે અંગે સતાવાર રીતે જાહેર થવા પામ્યું નથી.

- Advertisement -
- Advertisement -

સુનિલનગર વિસ્તારમાં ગત રાત્રીના મૂળ યુપીના રહેવાસી પ્રિતમસિંગના ઘરે કોઈ અજાણ્યા શખ્સોએ હાથ ફેરો કર્યો હતો મૂળ યુપીના પ્રિતમસિંહ હળવદમાં રહી કટેલરીનો‌ વ્યવસાય કરે છે. જેઓ હોળી કરવા પોતાના વતન ગયા હતા જે અંગેની જાણ થતાં ગત તા. ૨૯ ના રાત્રિના કોઈ અજાણ્યાં ઈસમોએ ચોરી કરવાના ઇરાદે દરવાજાનો મેન લોક તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હતો. આ અંગેબઉપરના માળે રહેતા શિવાજીને જાણ થતા તેઓએ હળવદ પોલીસ જાણ કરી હતી જેને લઈને પીએસઆઈ રાજેન્દ્ર દાન ટાપરીયા, વિજયભાઈ છાસીયા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તસ્કરો ને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે વેપારી પરિવાર હાજર ન હોવાથી કેટલા મુદામાલ ની ચોરી થઈ તે અંગે સતાવાર રીતે જાહેર થયું નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!