Thursday, April 25, 2024
HomeGujaratટંકારાના ખીજડીયા નજીક બે બાઈક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતની ફરિયાદ નોંધાઈ 

ટંકારાના ખીજડીયા નજીક બે બાઈક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતની ફરિયાદ નોંધાઈ 

ટંકારા તાલુકાના ખીજડીયા ગામથી ઘુનડા (ખા) ગામને જોડતા માર્ગ પર આવેલ પુલીયા પર થોડા દિવસો અગાઉ બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો જેમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને એક મહિલા સહિત બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું સામે આવ્યું હતું .

- Advertisement -
- Advertisement -

આ બનાવની વિગત અનુસાર થોડા દિવસ પેહલા ટંકારાના  ખીજડીયા ગામથી ઘુનડા (ખા) ગામ તરફ જતા માર્ગ પર બાઈક રજી. નંબર GJ-36-K-8811 ચાલકે આડેધડ બાઈક ચલાવી બાઈક રજી નંબર MP-09-X-1041 ને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જોડીયા તાલુકાના બોડકાગામેં મજૂરી કરતા જગનભાઇ ભવાનભાઇ ભુરીયા તથા તેના પત્ની રીનાબેન અને તેના બનેવી દિનેશભાઇ રાઘુભાઇ રોડ પર પટકાતા ગંભીર ઇજા થવા પામી હતી. જેમાં દિનેશભાઇ રાઘુભાઇ તથા રીનાબેનને પગે તથા માથાના ભાગે ઇજા થતાં બનેનું  ઘટના સ્થળે જ કમકમાટીભર્યું  મોત નીપજ્યું હતું. આ અંગે જગનભાઇ ભવાનભાઇ ભુરીયાએ બાઇક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!