રાજ્યભરમાં ચાલી રહેલ વીજ કટોકટીને પગલે વીજળી બચાવવા માટે ગુજરાતમાં જિલ્લા વાઇસ પાવર સપ્લાય સ્ટેગર ડે નક્કી કરવામાં આવ્યા છે. જેને પગલે આજે મોરબીમા ઔદ્યોગિક વીજ પુરવઠો બંધ રહ્યા બાદ આવતીકાલે હળવદ ઔદ્યોગિક એકમનો વીજ પુરવઠો બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.
રાજ્યભરમાં જિલ્લા મુજબ પાવર સપ્લાય સ્ટેગર ડે નક્કી થયા છે ત્યારે હળવદ વિભાગીય કચેરી હેઠળ આવતા હળવદ શહેર, હળવદ ગ્રામ્ય, ચરાડવા તથા સરા સબ ડિવિઝન માં ગુરૂવારનો દીવસ નક્કી કરવામાં આવેલ છે. આથી હળવદ ડિવિઝનના ઔદ્યોગિક વીજ ગ્રાહકો માટે આવતી કાલે એટલે કે તા. 31.03.22 નાં રોજ સ્ટેગર ડે હોવાથી, ઔદ્યોગિક એકમમાં સૂચનાનું ચુસ્ત પણે પાલન થાય તે અનિવાર્ય છે જેને પગલે સવારથી જ ઔદ્યોગિક એકમનો વીજ પુરવઠો બંધ રાખવા અનુરોધ કરવામાં આવે છે.