Thursday, January 16, 2025
HomeGujaratમોરબીમાંથી ૫૧ લાખની લેમીનેટ સીટની રોકડી કરવાના પ્રકરણમાં સંડોવાયેલ એક યુપીમાંથી ઝડપાયો

મોરબીમાંથી ૫૧ લાખની લેમીનેટ સીટની રોકડી કરવાના પ્રકરણમાં સંડોવાયેલ એક યુપીમાંથી ઝડપાયો

મોરબી ખાતે કારખાનમાંથી ૫૧ લાખ ઉપરાંતની કિંમતનો માલ ભરી ટ્રક ચાલક આરોપીએ નેપાળ ખાતે પહોચાડવાને બદલે રૂપિયા ઓળવી જવાના ઇરાદે માલ સગેવગે કર્યો હતો આ પ્રકરણની ફરિયાદ બાદ મોરબી સીટી – બી ડીવિઝન પોલીસ સ્ટાફે યુપી જઈ એક આરોપીને ચોરાઉ લેમીનેટ શીટ સાથે ઝડપી લીધો છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના કજારીયા લેમીનેટ કંપનીની સનમાઇકા સીટ નંગ ૫૭૭૫ ની કિ.રૂ ૫૧,૦૭,૫૪૪ ની આરોપી દિલીપકુમાર અભીમન્યુસિંહ (રહે. ગોપાલપુર, થાના મહારાજગંજ જી.આજમગઢ યુ.પી) એ પોતાની ટ્રક નં UP 50 CT 0870 માં ભરીને નેપાળ ખાતે જવા તા.૨૫ /૦૨/ ૨૦૨૨ ના રોજ રવાના કરી હતી. પરંતુ આ મુદામાલ બારોબાર વેચી રોકડી કરવાના ઇરાદે આરોપી ટ્રક ચાલકે નેપાળ ખાતે નહિ પહોંચાડી રૂપિયા ૫૧ લાખનો મુદામાલ સગેવગે કરી નાખ્યો હતો આ અંગે તા.૧૫ /૦૩/ ૨૦૨૨ ના રોજ ફરિયાદ નોંધાઈ હતી.

જે ફરિયાદને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચનાને પગલે મોરબી પોલીસ ટિમ ઉતરપ્રદેશ ખાતે તપાસ અર્થે ગઈ હતી. જ્યા પોલીસને જબરી સફળતા મળી હતી અને ચોરાઉ મુદામાલ સનમાઇકા (લેમીનેટ) શીટ નંગ ૫૭૭૫ જેની કિ.રૂ ૫૧,૦૭,૫૪૪ નો મુદામાલ ઉતરપ્રદેશના ગાજીપુર જીલ્લા ખાતેથી મળી આવ્યો હતો.જેને લઈને પોલીસે ટ્રક નં.UP 50 CT 0870 સાથે સહ આરોપી કિશનસિંહ રાજેશસિંહ રામાશંકર (ઉ.વ.૨૩ રહે ગામ બિરનો, રાજ્ય ઉત્તર પ્રદેશ)ને દબોચી લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!