મોરબીના ચકચારી આંગળીયા લૂંટ પ્રકરણમાં એલસીબી પોલીસે દિવસ રાત એક કરી ત્રણ શખ્સોને ગણતરીના દિવસોમાં હુંડાઇ વેન્યુ કાર અને રોકડા રૂ.૭૯,૭૪,૦૦૦ તથા એક મોબાઇલ સહિત રૂ.૮૬,૭૭,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડવા પોલીસને સફળતા સાંપડી છે.
મોરબીના મિલાપનગરમાં રહેતા મનિષભાઇ હિરાભાઇ કાચરોલા તથા તેનો ભત્રીજા રાજકોટથી સોમનાય ટ્રાવેલ્સમાં વી.પટેલ નામની આંગડીયા પેઢીના રોકડા રૂપીયા ભરેલ પાંચ પાર્સલમાંથી રૂપિયા ૧,૧૯,કરોડ લઈ મોરબી કંડલા બાયપાસ રોડ પર દલવાડી સર્કલ પાસે જતા હતા આ દરમિયાન હ્યુંડાઇ વેન્યુ કારમાં આવેલ ચાર બુકાની ધારી શખ્સોએ ખુલી તલવાર તથા ગીલોલથી પત્થરો મારી રૂપીયા ભરેલ પાર્સલોની લુંટ ચલાવી હતી.
જે અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તપાસમાં માલુમ પડેલ કે હ્યુન્ડાઇ વેન્યુ કાર તથા સંડોવાયેલ આરોપીઓ જાવીદ અલ્લારખાભાઇ ચૌહાણ રહે , રાજકોટ વાળા કે જ સોમનાથ ટ્રાવેલ્સમાં ડ્રાઇવર કલીનર તરીકે નોકરી કરે છે તેણે પોતાના સગાભાઇ પરવેજ અલ્લારખાભાઇ ચૌહાણ રહે રાજકોટને ટીપ આપી તેમજ તેણે તેના મીત્ર પંકજ કેશા ગરાભડીયા (રહે.મુળ નાના માત્રા હાલ રહે.રાજકોટ) આ બનાવને અંજામ આપવા પંકજે તેના ગામના સુરેશ મધુર કોળી , વશી હકાભાઇ કોળી અને અજાણ્યા માણસોનો સંપર્ક કરી ગુન્હાને અંજામ આપવા સવર્સી હકાની હ્યુન્ડાઇવેન્યુ કાર સાથે પકજ તથા પરવેઝનો સંપર્ક કરી બનાવને અંજામ આપેલ હતો. જે મહમંદઅલી ઉર્ફે પરવેઝ અલ્લારખાભાઇ મુસાભાઇ ચૌહાણ, સવસીભાઇ હકાભાઇ ગરાભડીચા અને સુરેશ મથુરભાઇ સહિતના રકમના ભાગ પાડવા વાંકાનેર વીડી વિસ્તારમાં દલડી ગામની આસપાસ આવવાના હોવાની બાતમી મળતા પોલીસે દોડી જઇ તમામને દબોચી લીધા હતા.પોલીસે આરોપીઓના કબ્જામાંથી હુંડાઇ વેન્યુ કાર અને રોકડા રૂ.૭૯,૭૪,૦૦૦ તથા એક મોબાઇલ સહિત રૂ.૮૬,૭૭,૦૦૦ ના મુદામાલ અને એક લોખંડનો પાઇપ, ગુપ્તિ સહિતની મુદામાલ કબ્જે કર્યો હતો.