હળવદની શાળા નંબર 10માં બળબળતા ઉનાળામાં વિદ્યાર્થીઓ પાણી ન મળતું હોવાનું બહાર આવતા એબીવીપી દ્વારા હળવદ શાળાના વિધાર્થીઓને પૂરતું પીવાનું પાણી મળી રહે તે સહિતના પ્રશ્નોને લઈ આચાર્યને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ઉનાળામા પાણીની વધુ જરૂરિયાત ઉભી થતી હોય આવા ખરા તાણે જ હળવદની શાળા નંબર 10માં
વિદ્યાર્થીઓને પાણી ન મળતું હોવાનું ધ્યાનમાં આવ્યું છે આથી આ સમસ્યાની ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલિક શાળામાં પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને શાળાનું બિલ્ડિંગ પણ જર્જરિત હાલતમાં હોવાથી વિધાર્થીઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે ત્યારે શાળાના આચાર્યને આપ જવાબદારીને ધ્યાને લઇ આ અંગે તાત્કાલિક ઘટતું કરવામાં આવે તેવી રજૂઆતના અંતમાં જણાવ્યું છે વધુમાં આગામી સમયમાં સમયમાં આ માંગ પૂર્ણ કરવામાં નહિ આવે તો ઉગ્ર રજૂઆતની અંતમાં ચીમકી હળવદ એબીવિપીના નગર મંત્રી રાજવીરસિંહ ઝાલાએ રજૂઆતના અંતમાં જણાવ્યું છે.