Sunday, May 5, 2024
HomeGujaratમોરબીમાં બાઈક પાર્ક કરવા બાબતે બબાલ થતા મહિલા પર હુમલો કરાયો

મોરબીમાં બાઈક પાર્ક કરવા બાબતે બબાલ થતા મહિલા પર હુમલો કરાયો

મોરબીના દલવાડી સર્કલ નજીક બાઈક પાર્ક કરવા બાબતે બબાલ થતા પિતા-પુત્રોએ મહિલાને માર મર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.આ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર મોરબીના ઉમા રેસીડેન્સી-૨ તળાવની પાળ પાસે દલવાડી સર્કલ નજીક રહેતા અનસોયાબેન દુર્લભજીભાઇ અંબાણી (ઉ.વ.૫૫) સાથે તે જ વિસ્તારમાં રહેતા આરોપી સાગરભાઇ, સાગરભાઇના ભાઇ અને સાગરભાઇના પિતાએ બાઇક પાર્ક કરવા બાબતે બોલાચાલી કરી હતી અને બેફામ ગાળો ભાંડી હતી.
આ ઉપરાંત પોતાના હાથમાં રહેલ લાકડાના ધોકો વડે મહિલા પર હુમલો કરતા મહિલાને ડાબા હાથ ઉપર ફેકચર સહિતની ઇજા થઇ હતી. આ. અંગે અનસોયાબેને ત્રણેય શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!