Saturday, January 18, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં બે યુવાનોએ જીવનલીલા સંકેલી લીધી

મોરબી જિલ્લામાં બે યુવાનોએ જીવનલીલા સંકેલી લીધી

મોરબી જિલ્લામાં ગઈકાલે અપમૃત્યુની બે ઘટના જુદાજુદા પોલીસ મથકે નોંધાઈ છે જેમાં ઝેરી દવા પી તથા ગળેફાંસો ખાઈ બે યુવાનોએ જીવન લીલા સંકેલી લીધી હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના કેસની જાણવા મળતી વિગત અનુસાર મોરબી તાલુકાના રંગપર ગામે રહેતા કરણ અમરશીભાઇ સાગઠીયા નામના ૨૨ વર્ષીય યુવાને કોઇ અગમ્ય કારણસર કંટાળી જઇ આયખું ટૂંકાવી લેવાનો વિચાર કર્યો હતો ત્યારબાદ ગઈકાલે પોતાના ઘરે હતા આ દરમિયાન ઝેરી દવા પી જીવનલીલા સંકેલી લીધી હતી. આ અંગે પરિવારજનોને જાણ થતા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહનો કબજો સાંભળી પીએમ અર્થે ખસેડી મોતનું કારણ જાણવા સહિતની દિશામાં કાર્યવાહી આદરી છે.

અપમૃત્યુના અન્ય એક બનાવની મોરબી સીટી બી ડિવીઝન પોલિસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબીના ત્રાજપર ખારી ખાતે રામજી મંદીર બાજુમા રહેતા કાર્તીકભાઈ ઉર્ફે એકો રતીલાલભાઈ અદગામા નામના ૨૦ વર્ષીય યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો.જેમાં યુવાનનું મોત નીપજ્યું હોવાનું સામે આવતા મૃતક યુવાનના કાકા મનુભાઈ અમરસીભાઈ અદગામાએ જાહેર કરતા પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

મોરબીના રફાળેશ્વર ગામે પરિણીતાએ ઝેરી દવા પી લીધી

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતી જયશ્રીબેન અજયભાઇ ચૌહાણ નામની ૨૬ વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે કોઇપણ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેની ગંભીર અસર થતા તાત્કાલિક સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યા તેણી સારવારમાં દાખલ કરેલ છે. અને ભોગ બનનારનો લગ્ન ગાળો છ વર્ષ નો હોય અને સંતાનમાં ચાર વર્ષનો એક દિકરો હોય તથા સાસુ સસરા સાથે સંયુકત કુટુંબમાં રહેતા હોવાનું સામે આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!