ખોખરા હનુમાન હરિહરધામના આંગણે તા. 9 થી 16 એપ્રિલ દરમિયાન રામકથાનું જાજરમાન આયોજન કરાયું છે.ખોખરા હનુમાન હરિહરધામ સેવા સમિતિ આયોજિત આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં આજે રામનવમીના પાવન પર્વ નિમિતે ભક્તોનો દરિયો ઘૂઘવ્યો હતો અને રામ ભક્તોએ ભજન, ભોજન અને ભક્તિનો લાભ લીધો હતો.
ખોખરા હનુમાન હરિહરધામના પવિત્ર પ્રાંગણે ૧૦૮ પોથી રામકથા તથા ગુજરાતની સૌથી ઊંચી ૧૦૮ ફૂટની હનુમાનજીની પ્રતિમાના અનાવરણનું આયોજન કરાયું છે.જેમાં વ્યાસપીઠ પર મહામંડલેશ્વર 1008 પૂજ્ય મા શ્રી કનકેશ્વરી દેવીજી બિરાજી કથાનું રસપાન કરાવી રહ્યા છે ત્યારે આજે આ અવસરનો રામનવમી ના રોજ 14000-15000 જેટલા રામભક્તોએ લાભ લીધો હતો અને કથા બાદ રામ નવમીના ઉપલક્ષમાં આયોજકો દ્વારા ફરાળની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં સામાની ખીચડી,કેળા,ટોપરાપાક,ફરાળી પુરી,ચેવડો,સામા ની કાઢી સહિતની પ્રસાદીનો ભક્તોએ લાભ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે કથા શ્રવણ અર્થે પધારતા ભાવિક ભક્તોને કોઇપણ પ્રકારની અગવડતા ન પડે તે અને જરૂરી સુવિધા ઉભી કરાવવા માટે મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અને રામકથાના યજમાન અજયભાઈ લોરીયા સતત જહેમતશીલ છે.