Sunday, December 29, 2024
HomeGujaratમોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજના કર્મીઓ દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ અર્થે કરાયા સુત્રોચ્ચાર

મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજના કર્મીઓ દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ અર્થે કરાયા સુત્રોચ્ચાર

સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકોના વિવિધ પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે નિર્મિત ગુજરાત રાજ્ય સરકારી ઈજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્ય પત્રિત અધીકારી મંડળ (GECTGOA) દ્વારા પડતર પ્રશ્નો અંગે અનેક રજુઆત કરવા છતાં પ્રશ્નોનો ઉકેલની દિશામાં સરકાર દ્વારા કાર્યવાહી ન કરતા આકરા પાણીએ થઈ મંડળ દ્વારા 14 એપ્રિલથી સરકારને પ્રદર્શન અંગે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જેના ભાગરૂપે આજે પડતર પ્રશ્નોના નિરાકરણ અભિયાન હેઠળ મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ કર્મચારીઓએ પોતાની માંગ સરકાર સુધી પહોંચાડવા સંગઠિત થઈ આકરા સુત્રોચ્ચાર કર્યા હતા અને સામુહિક ચર્ચા ગોઠવી હતી.

- Advertisement -
- Advertisement -

આ તકે CASની દરખાસ્તનો મુખ્ય મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો જેમાં 2016 પછી મળવા પાત્ર ઉચ્ચતર પગાર ધોરણ તાત્કાલિક ધોરણે મળે એ માટે કર્મચારીઓએ પ્રદર્શન કરી માંગ ઉઠાવી હતી. વધુમાં પેન્શન બંધારણ અધિકાર દિવસની ઉજવણી સાથે કર્મચારીઓની બદલીમા પારદર્શિતાની અવગણના, નિયમાનુસાર બઢતીના કિસ્સામા અકારણ વિલંબ, શિક્ષણ વિભાગ અને AICTE દ્વારા નિયત કાર્યભાર વચ્ચેની વિસંગતતા જેવાં મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સંસ્થા ખાતે વર્ગ 3 અને વર્ગ 4 ના કર્મીઓની અછતના કારણે ખાતાકીય અને શૈક્ષણિક કામમા થતી વિલંબતાની પણ ચર્ચા કરાઈ હતો. QIP અંતર્ગત સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો ને IIT, NIT જેવી સંસ્થાઓમાં PHD સંશોધન માટે પ્રોત્સાહન મળે તે માટે પૂરા પગાર સાથે Study leave અને પ્રતિનિયુક્તિ (deputation) ની પરવાનગી જેવા મુદ્દાઓ ની સાથે સાથે એડહોક સેવાને નિયમિત નિમણૂક સાથે સળંગ કરવા યોગ્ય કાર્યવાહીની પણ રજુઆત કરાઈ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!