મોરબી તાલુકાના નાની વાવડી ગામેથી હાથ બનાવટની પિસ્તોલ સાથે નીકળેલ એક ઈસમને પોલીસે પકડી પડ્યો હતો.
મોરબી તાલુકાના નાની વાવડી ગામે આવેલ સિધ્ધી વિનાયક સોસાયટીના નાકા પાસે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં ઝડપાતા તાલુકા પોલીસે બાતમીને આધારે તલાશી લીધી હતી.આ દરમીયના જગદીશભાઇ અમરશીભાઇ રૂપાલા નામના 44 વર્ષીય શખ્સના પેન્ટના નેફામાંથી એક આશરે રૂપિયા ૧૫,૦૦૦ની કિંમત હાથ બનાવટની મેજીનવાળી પિસ્તોલ ઝડપાઇ હતી. જેને પગલે પોલીસે આરોપીને દબોચી લઈ તેની વિરુદ્ધ પોલીસ મથકમાં ગુન્હો નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.