સાળંગપુર ધામ ખાતે આવેલ વિશ્વવિખ્યાત ભગવાન શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદીર ખાતે હનુમાન જયંતી નિમિત્તે શ્રદ્ધાળુઓનો માનવ સાગર દર્શનાર્થે ઉમટયો હતો આ વેળાએ ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે બોટાદ જિલ્લા પોલીસ ટીમની ટિમ ખડેપગે રહી હતી અને ચુસ્ત બન્દોબસ્ત સાથે સુચાઉ વ્યવસ્થા કરી હતી.
હનુમાન જયંતિ મહોત્સવને પગલે પોલીસ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર તથા મંદિર ટ્રસ્ટ અને ગામજનો સાથે મિટીંગ કરી હરીભક્તોને હાડમારી ભોગવવી ન પડે તે માટે વાહનવ્યવહાર અંગે જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતુ. આ ભવ્ય પ્રસંગની સુંદર રીતે ઉજવણી થઇ શકે તે માટે મંદિર ટ્રસ્ટ સાથે રહીને તેમના મેપ આધારીત પોલીસના અલગ- અલગ પોઇન્ટ નક્કી કરવામાં આવેલ હતા.જેમાં જળયાત્રા બંદોબસ્ત, રોડ બંદોબસ્ત, પાર્કીંગ પોઇન્ટ બંદોબસ્ત, લોક ડાયરો બંદોબસ્ત, મંદિર પરીસર બંદોબસ્ત તેમજ મંગળા આરતી તથા હનુમાનજી દાદાની કેક કાપવાનો કાર્યક્રમને અનુરૂપ ચુસ્ત વ્યવસ્થા ગોઠવાઈ હતી.
હનુમાનજી જયંતિના સમગ્ર મહોત્સવ દરમ્યાન અંદાજે છ થી સાત લાખ હરિભક્તો દર્શનાર્થે પધારેલ હતા અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કન્ટ્રોલ રૂમ ઉભો કરી જાહેરનામાની કડક અમલવારી કરી ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવેલ હતું. વધુમાં મેડિકલ તથા ફાયરની ટીમ હાજર રાખવામાં આવેલ હતી તેમજ શાંતિ પૂર્વક દર્શન કરી શકે તે માટે અલગ અલગ જગ્યા એ બ્લોક કરી બેરીકેટીંગ કરી અને ધક્કા મુકી ન થાય તે માટે પોલીસે સુચારૂ વ્યવસ્થા ગોઠવેલ હતી. એટલું જ નહીં માનવતાવાદી અભિગમ સાથે વૃધ્ધ તેમજ અશક્ત વ્યકિઓને દર્શન સુંદર રીતે થાય તેવુ સુંદર આયોજન પોલીસ દ્વારા કરવામા આવેલ હતુ.વ્યવસ્થામાં જિલ્લા પોલીસ વડા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી હતી.જેના ફળસ્વરૂપે મહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.