Tuesday, November 26, 2024
HomeGujaratખોખરા હનુમાન ધામને આંગણે સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહીદ પરિવારજનોને...

ખોખરા હનુમાન ધામને આંગણે સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહીદ પરિવારજનોને ચેક અર્પણ કરાયા

મોરબી નજીક આવેલ ખોખરા હનુમાનજી ધામને આંગણે ગુજરાતની સૌથી ઊંચી હનુમાનજીની પ્રતિમાનું નિર્માણ કરાયા બાદ વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ ગૌરવવંતા આયોજનના ઉપલક્ષમા રામકથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભારત સરકારના કૃષિ મંત્રી નરેન્દ્રસિંહજી તોમર, રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયજી, વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય,.મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોહનભાઇ કુંડારીયા, વિનોદભાઈ ચાવડા, દુર્લભજીભાઈ દેથરીયા ભારત સાધુ સમાજના અધ્યક્ષ મુક્તાનંદ બાપુ,1008 મહામંડલેશ્વરમાં કનકેશ્વરીજી ના હસ્તેથી શહીદ રઘુભાઇ રૈયાભાઈ-ચોટીલા, ભગવાનભાઇ ડાભી-રામપરા(વઢવાણ), કરણસિંહ ધીરૂભા ડાભી-મૂળી શહીદ પરિવારને ‘સેવા એ જ સંપત્તિ’ ફાઉન્ડેશન દ્વારા 1-1 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.આ તકે અન્ય રાજકીય આગેવાનો તેમજ દેશના સંતો હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!