મોરબીની નીલકંઠ વિદ્યાલય માં હર હંમેશ વિદ્યાર્થીઓને કંઈક નોખું અનોખું આપવાના હેતુસર વર્ષ દરમિયાન જુદી જુદી સહભ્યાસીક પ્રવૃતિઓ જેવી કે કમ્પની વિઝીટ, બિઝનેસ ટાયકુન, ગેસ્ટ લેક્ચર, ફેશન ડિઝાઇનિંગ ટ્રેનિંગ,સ્પર્ધાત્મક પરીક્ષા ટ્રેનિંગ, મોટિવેશન લેક્ચર,બ્લડ ડોનેશન કેમ્પ વગેરે જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે.જેના ભાગરૂપે નીલકંઠ કોમર્સ સ્કૂલના ધો-11 કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું.જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઈ મેરજા,રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ મોરબી જિલ્લા પ્રમુખ દિનેશભાઈ વડસોલા, નીલકંઠ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ વડસોલા તેમજ નવનીતભાઈ કાસુન્દ્રા ના હસ્તે દીપ પ્રાગટય કરીને બ્લડ ડોનેશન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ તકે 205 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.જે સેવાના ભેખધારી સ્વ.શિવલાલબાપા ઓગણજાની પ્રથમ પુણ્ય તિથિ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં અર્પણ કરીને સદગત આત્માને નિલકંઠ વિદ્યાલય પરિવારે ભાવાંજલી અર્પણ કરી હતી.
આ બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય હેતુ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓમાં સેવાકીય ભાવના વિકસે અને ભવિષ્યમાં તેઓ પણ સામાજિક સેવાના ક્ષેત્રમાં જોડાય અને દેશોપયોગી કાર્ય કરે તે હતો. નીલકંઠ સ્કૂલ તરફથી રક્તદાતાઓને ગિફ્ટ પણ આપવામાં આવી હતી.