મોરબી એલસીબી પોલીસે તાલુકાના નાની વાવડી ગામેં દારૂ અંગે રેઇડ પાડી રહેણાંક મકાનમાંથી દારૂની ૨૧૯ નાની મોટી બોટલોના જથ્થા સાથે આરોપીને ઝડપી લીધો હતો.નાની વાવડી ગામના ઝાપા પાસે આવેલ લુહારશેરીમાં રહેતો કુમારસિંહ ઉર્ફે કાનભા મેનુભા ઝાલા પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદે દારૂનો જથ્થો ભરી વેચાણ કરતો હોવાની મોરબી એલસીબી સ્ટાફને બાતમી મળી હતી જેને લઈને પોલીસે દરોડો પડ્યો હતો. આ દરમીયાન વિદેશીદારૂની નાની – મોટી ૨૧૯ બોટલો કિ.રૂ. ૬૧,૫૪૦ સાથે આરોપી કુમારસિંહ ઝડપાયો હતો.
એલસીબી પોલીસે આરોપી વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી ધોરણસરની કાર્યવાહી કરી હતી.