મોરબીની પરિણીતા ઉપર રાજકોટના સાસરિયાઓએ અવારનવાર શારિરિક માનસિક ત્રાસ ગુજારતા માવતરના ઘરે સિસામણે આવેલ પરિણીતાએ પતિ, સાસુ, સસરા સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર મોરબીના વાવડી રોડ પર ક્રિષ્ના પાર્ક નજીક રહેતી અફશાનાબેનના લગ્ન રાજકોટ સરદારનગર શેરી નં.-૧૦ મા રહેતા યુસુફ સલેમાનભાઇ રાઉમા સાથે થયા હતા જે લગ્ન જીવન દરમિયાન અફશાનાબેન તેના (પતિ) યુસુફ સલેમાનભાઇ રાઉમા, (સસરા) સલેમાનભાઇ કાસમભાઇ રાઉમા, (સાસુ) રોશનબેન સલેમાનભાઇ રાઉમા, (નણંદ) મુમતાજબેન સલેમાનભાઇ રાઉમા અને (કાકાજી સસરા) અબ્દુલભાઇ કાસમભાઇ રાઉમા સહિતના સાસરીયા પક્ષના સભ્યોએ બાળક નહી થતા તેમજ ઘરકામ તથા સામાન્ય બાબતોમાં અવાર-નવાર મેણા ટોણા મારતા હતા તેમજ ગાળો આપી માર મારી શારીરિક માનસિક દુઃખ ત્રાસ પણ આપતા હતા.આ અંગે અફશાનાબેન રાઉમાએ તમામ વિરૃદ્ધ મહીલા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.